________________
૧૫૦
સજ્ઝાય કરવાની આવે છે, તેમાં આ ‘સજ્ઝાય' જ બોલાય છે. (૩) પૌષધ વ્રતધારીઓને–
(૧) પ્રતિલેખનમાં - બપોરના પડિલેહણ વખતે પણ વિધિમાં સજ્ઝાય બોલવાની આવે છે. તેમાં શ્રાવકો આ જ સજ્ઝાય બોલે છે.
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
(૨) પ્રાતઃકાળે - પૌષધ વ્રતધારીઓએ સવારે પડિલેહણ અને દેવવંદન કર્યા પછી સજ્ઝાય કરવાની હોય છે. આ સજ્ઝાયમાં “મન્નહજિણાણં’’ સજ્ઝાય જ બોલવાની હોય છે.
-
આ સજ્ઝાયમાં શ્રાવકના જ ૩૬ કર્તવ્યોની વાત હોવાથી માત્ર શ્રાવકશ્રાવિકાઓએ જ બોલવાની હોય છે. સાધુ-સાધ્વીએ આ સજ્ઝાય બોલવાની હોતી નથી.
– આ સજ્ઝાય સૂત્ર પર વિવેચના
બે વિવેચન ગ્રંથો આ સજ્ઝાય પરત્વે પ્રસિદ્ધ થયા છે—
(૧) વિક્રમ સંવત-૧૫૫૫માં ધર્માંસવાચકના શિષ્ય ઇન્દ્ર ંસે આ છત્રીશ કર્તવ્યોનું વિવેચન અને કથાઓ સહિત ‘‘ઉપદેશ કલ્પવલ્લી'' નામે એક સંસ્કૃત વૃત્તિ રચેલી. તેનો ગુજરાતી અનુવાદ પણ થયો છે.
(૨) વિક્રમ સંવત-૧૬૫૨માં તપાગચ્છીય વિજયસેન સૂરિના શિષ્ય શ્રી વિનયકુશલે પણ એક વૃત્તિ રચેલી છે.
મુનિદીપરત્ન સાગરે સંવત ૨૦૪૫માં શ્રાવકના ૩૬ કર્તવ્યો આશ્રીને “અભિનવ ઉપદેશ પ્રાસાદ'' નામથી ૧૦૮ વ્યાખ્યાનોની શ્રેણિરૂપ વિશાળ ગ્રંથની રચના કરી છે, જે ત્રણ ભાગોમાં આશરે ૧૧૦૦ પાનાઓમાં પ્રસિદ્ધ થયેલ છે. સૂચન :
આ સજ્ઝાયમાં ૩૬ કર્તવ્યોના માત્ર નામો છે. નામોનું સ્મરણ કરવું માત્ર એ અપૂર્ણ ક્રિયા છે. આ કર્તવ્યોનો અર્થ જાણવો, કર્તવ્યના આચરણ માટેનો વિધિ પણ જાણવો અને તદનુસાર કર્તવ્યોના પરિપાલન માટે ઉદ્યમવંત થવું એ જ આ સજ્ઝાયનો નિષ્કર્ષ છે.
# સૂત્ર-નોંધ :
આ સૂત્ર-સજ્ઝાયની રચના પદ્યમાં થયેલી છે. તે પાંચે ગાથા “ગાહા’’ નામક છંદમાં રચાયેલી છે.
આવશ્યક સૂત્ર આદિ આગમમાં આ સૂત્ર ક્યાંય જોવા મળતું નથી, પ્રબોધટીકા કર્તા નોંધે છે કે શ્રી ધર્મઘોષસૂરિજીના શિષ્ય આચાર્ય મહેન્દ્રસૂરિજીએ ‘‘વિચારસત્તરી' પ્રકરણ રચેલ છે, તેના અગિયારમાં દ્વારને આધારે આ સૂત્ર રચાયું જણાય છે. વિક્રમની તેરમી સદીમાં આ સૂત્ર રચાયાનો સંભવ છે. ‘વિચારસત્તરી’ તથા ‘વિચારસઋતિકા' બંનેમાં ચોથી અને પાંચમી ગાથામાં પાઠો જુદા જુદા છે.
--
-X—X—