________________
“મન્નત જિણાણ’ સક્ઝાય-વિવેચન
૧૪૭
– આ પૂર્વે સૂત્ર-૨ “પંચિંદિયમાં ભાષા સમિતિ વર્ણવેલ છે.
– જે સર્વ જીવોને હિતકારી અને દોષરહિત હોય તેમજ મિત (અલ્પ) વચન હોય તેવું વચન પણ) ધર્મને માટે બોલવું તે ભાષા સમિતિ કહેવાય છે
– તત્વજ્ઞ પુરૂષો સાવદ્યનો ત્યાગ કરી જે નિર્દોષ વચન બોલે છે, તેને જિનાજ્ઞામાં વર્તનાર પુરુષોએ ભાષાસમિતિ' કહી છે.
– ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, મુખરતા અને વિકથા આ આઠ સ્થાનોને વર્જીને અસાવદ્ય એવા કાર્યમાં યથાયોગ્ય કાળે ભાષા બોલવી તેને ભાષાસમિતિ કહે છે.
• (૩૦) કવળા - છ કાયના જીવો પ્રત્યે કરુણા રાખો.
૦ છગ્રીવ એટલે ષડૂજીવ - છ પ્રકારના જીવો – (૧) પૃથ્વીકાય, (૨) અપૂકાય, (૩) તેઉકાય, (૪) વાયુકાય, (૫) વનસ્પતિકાય, (૬) ત્રસકાય.
૦ રુણ - કરુણા એટલે દયાભાવ.
– સંક્ષેપમાં કહીએ તો જગતના સર્વે જીવો પરત્વે હૃદયમાં કરૂણા કે દયા ભાવ હોવો તેને “છ જીવ કરુણા” કહેવાય છે.
- ગૃહસ્થ આશ્રમમાં રહેલો મનુષ્ય સર્વથા હિંસાનો ત્યાગ તો કરી શકતો નથી, તેથી હત્યમાં શક્ય તેટલો કરુણાભાવ રાખી પોતાની પ્રવૃત્તિ કરે, જેથી અહિંસાના પરિણામો ટકી રહે.
• (૩૧) ઘબિનસંતો - ધર્મીજનોની સંગત કરવી. – “ધર્મીજન' એટલે ધર્મપરાયણ, ધર્મનિષ્ઠ કે ધાર્મિક લોકો.
- ઉપદેશ કલ્પવલ્લીમાં કહે છે કે, “જિનેશ્વર દેવોએ કહેલો ધર્મ જાણતા હોય, શુદ્ધ ધર્મ ઉપદેશક હોય, પરોપકાર ક્રિયામાં તત્પર હોય અને ધર્મક્રિયામાં રત હોય તેવા જનને ધર્મીજન જાણવા.
– “સંસર્ગ' એટલે સહવાસ, સોબત, સંગત.
– હરિભદ્રસૂરિજીએ ધર્મીજનને માટે પાંચ લક્ષણો કહ્યા છે– (૧) ઔદાર્ય, (૨) દાક્ષિણ્યતા, (૩) પાપજુગુપ્સા, (૪) નિર્મલબોધ, (૫) પ્રાયઃ કરીને જનપ્રિયત્વ - આ પાંચે લક્ષણવાળો “ધર્મ જાણવો. આવા ધર્મી લોકોનો સહવાસ કે સોબત કરવા જોઈએ.
૦ (૩૨) ટર- - ઇન્દ્રિયોનું દમન કરો. “કરણ” એટલે પાંચે ઇન્દ્રિયો “દમ” એટલે દમન કરવું. ૦ પાંચ ઇન્દ્રિયના સંવરણ વિશે - સૂત્ર-૨ “પંચિંદિય” જોવું.
– શ્રાદ્ધગુણ વિવરણમાં કહે છે કે, “ઇન્દ્રિયોનું સ્વતંત્રપણું એ આપત્તિનો માર્ગ છે અને ઇન્દ્રિયોનો જય કરવો એ સંપત્તિનો માર્ગ છે. માટે જે ઇષ્ટ હોય તે માર્ગ ગમન કર.
– સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિયોના સર્વે વિષયોમાં રાગ કે દ્વેષ ન કરવો, આસક્તિ ન કરવી અને તે-તે વિષયો પર કાબુ મેળવવો તેને