________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
“કરણદો' કહે છે.
ખરેખર ઇન્દ્રિયોની પ્રવૃત્તિ સર્વથા ન હોવી તે ઇન્દ્રિય જય નથી, પણ રાગદ્વેષનો ત્યાગ કરી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કરવી તેને ઇન્દ્રિય જય અર્થાત્ ‘“કરણદમો'' કહેવામાં આવે છે.
૦ (૩૩) ઘરળપરિણામો - ચારિત્રના પરિણામ રાખવા તે.
૧૪૮
૦ વા એટલે અહીં ‘ચારિત્ર' (સંયમ કે દીક્ષા) અર્થ જ લેવો.
૦ પરિણામો - પરિણામ, ભાવના, મનોરથ, ઇચ્છા.
શ્રાવકને એક ભાવના સતત વર્તતી હોવી જોઈએ કે, હે પ્રભો ! મને ચારિત્ર ક્યારે ઉદયમાં આવે. “સંયમ કબ હી મીલે ?''
દેશવિરતિને ધારણ કે ગ્રહણ કરતો જીવ પણ એવું વિચારે કે “સર્વવિરતિ” ગ્રહણ નથી કરી શકતો તે મારા પાપનો ઉદય છે, માટે ‘ચારિત્ર ક્યારે મળે ?' એવી ભાવનાથી હું દેશવિરતિ ધર્મ પાળુ છું.
ચારિત્રના પરિણામો માટે શાસ્ત્રમાં સુંદરી, વજ્રસ્વામી, પુંડરીક રાજા, કૃષ્ણ વાસુદેવ, અભયકુમાર, આર્દ્રકુમાર, અતિમુક્ત, મેઘકુમાર, જંબૂકુમાર, દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણનો પૂર્વભવનો હરિણેગમેષી દેવનો જીવ ઇત્યાદિ અનેક દૃષ્ટાંતો પ્રસિદ્ધ છે.
-
-
૦ (૩૪) સંઘોરિવમાળો :- સંઘની ઉપર બહુમાન રાખવું.
‘સંઘ' એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ ધર્મસંઘ. તે તીર્થરૂપ છે અને ધર્મનો મુખ્ય આધાર છે.
-
.
-
આવા સંઘ પર બહુમાન ભાવ હોવો તે.
– સંઘનો પાયો છે - જિનેશ્વરની આજ્ઞાનું પાલન. માત્ર સમૂહ કે સંગઠનને ક્યાંય સંઘ કહેવાતો નથી. જિનાજ્ઞાવર્તી એવા સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાનો સમૂહ કે શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘ તેમનું દ્રવ્યથી અને ભાવથી બહુમાન કરવું જોઈએ.
૦ (૩૫) પુત્યયનિદળ - પુસ્તકો લખાવવા.
શ્રાવકોએ ન્યાયોપાર્જિત દ્રવ્ય વડે ધર્મસંબંધી પુસ્તકો લખાવવા. ઉપલક્ષણથી તે સંઘરવા અને સુરક્ષિત રાખવાં.
“જે મનુષ્યો જિનેશ્વર પરમાત્માના વચનો અર્થાત્ આગમોને લખાવે છે, તેઓ દુર્ગતિને પામતા નથી. તેમજ જન્માંતરમાં મૂંગાપણું, જડસ્વભાવ, અંધત્વ કે બુદ્ધિહીનતાને પામતા નથી.''
પુસ્તક લખાવવા એટલે શું ? પુસ્તકનો અર્થ અહીં આગમો કે શાસ્ત્રો એવો થાય છે. આવા શાસ્ત્રો લખાવવા અથવા પૂજ્ય ગુરુમહારાજના ઉપદેશપૂર્વક આવા શ્રુત ઉદ્ધારના કાર્યો થતા હોય તો યોગ્ય પ્રમાણમાં દ્રવ્યનો વ્યય કરી, તે શ્રુતભક્તિમાં લાભ લેવો.
પુસ્તક લખાવવા રૂપ કર્તવ્યપાલનમાં પેથડ શાહ, કુમારપાળ રાજા કે
-