________________
૧૪૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
- સાધુ મહાત્મા એટલે કે આચાર્યાદિ મુનિવરો પણ જંગમ તીર્થ ગણાય છે. (તીર્થના સ્થાવર અને જંગમ બે ભેદ છે.)
આવા તીર્થોમાં જવું, તેની સ્પર્શના કરવી તે તીર્થયાત્રા.
– તીર્થ યાત્રા વિધિપૂર્વક કરવા માટે છ આવશ્યક વસ્તુઓ કહી(૧) આવશ્યકકારી, (૨) પાદચારી, (૩) સચિત્ત પરિહારી, (૪) વરશીલધારી, (૫) ભૂમિસંથારી, (૬) એકલઆહારી.
- આવી તીર્થયાત્રા અવશ્ય કરવી કેમકે - તીર્થયાત્રાએ જતાં સંઘના પગની રજ લાગવાથી મનુષ્યો કર્મરૂપી રજથી મુક્ત થાય છે, તીર્થમાં પરિભ્રમણ કરવાથી પ્રાણીને સંસારમાં ભ્રમણ કરવું પડતું નથી, તીર્થમાં દ્રવ્યનો વ્યય કરવાથી સંપત્તિ સ્થિર થાય છે.
૦ (૨૬) ઉતમ - ઉપશમ ભાવ રાખવો.
- અપરાધી પ્રત્યે મનમાં પણ પ્રતિકૂળ ચિંતવના ન કરવી તે ઉપશમ કહેવાય - એમ યશોવિજયજી મહારાજા જણાવે છે.
– ઉપશમ એટલે કષાયોની ઉપશાંતિ એટલે ક્રોધ, માન, માયા, લોભ એ ચારે કષાયોનું અત્યંત શમી જવું તે ઉપશમ.
– ઉપશમથી કષાયો પાતળા પડતા સમ્યગ્ગદર્શન પામી શકાય છે.
(૨૭) વિર :- વિવેક રાખવો.
– વિવેક એટલે હેય-ઉપાદેયનું જ્ઞાન ત્યાગ કરવા લાયક અને ગ્રહણ કરવા લાયક પદાર્થોની પરીક્ષા તે વિવેક.
– વિવેક એટલે સત્યાસત્યની પરીક્ષા કે કર્તવ્યાકર્તવ્યની સમજણ. સામાન્ય ભાષામાં કહીએ તો સદબુદ્ધિ.
– વિવેકના બે ભેદ કહ્યા છે – (૧) લૌકિક કે દ્રવ્ય વિવેક, (૨) લોકોત્તર કે ભાવ વિવેક. આ ભાવ વિવેક પણ બાહ્ય અને અસ્વંતર બે ભેદથી કહેવાયેલ છે.
- વિવેક એટલે તત્ત્વાતત્ત્વ કે શુભાશુભનું જ્ઞાન. – વિવેકથી તત્ત્વબુદ્ધિ આવતા સમ્યગૂજ્ઞાન પામી શકાય છે. ૦ (૨૮) સંવર :- સંવર ભાવ રાખવો. - સંવર એટલે નવો કર્મો આવતા અટકાવવા તે.
–નવતત્ત્વમાં સંવરને પ૭ ભેદે ઓળખાવેલ છે. જેમાં પાંચ સમિતિ, ત્રણ ગુતિ, બાવીશ પરીષહ, દશ યતિધર્મ, બાર ભાવના, પાંચ ચારિત્રનો સમાવેશ થાય છે.
– સંવર એટલે બાહ્ય-અત્યંતર સર્વે પરિગ્રહનો ત્યાગ.
– સંવર બે ભેદે છે – (૧) દ્રવ્યસંવર - કર્મયુગલોને આવતા અટકાવવા, (૨) ભાવસંવર - સંસારના કારણરૂપ ક્રિયાનો ત્યાગ.
– સંવર વડે સમ્યક્ ચારિત્રનો લાભ પામી શકાય છે. • (૨૯) માતા સમિ - બોલવામાં ઉપયોગ રાખવો.