________________
મન્નત જિણાણં' સઝાય-વિવેચન
૧૪૩
“નિર્દોષ, નિયાણા રહિત, માત્ર નિર્જરાના જ કારણભૂત એવું તપ સારી બુદ્ધિ વડે અને ચિત્તના ઉત્સાહપૂર્વક કરવું.'
૦ (૧૪) કવિ :- ભાવ, ભાવના ભાવવી તે. – ભાવ એટલે મનના શુભાશુભ પરિણામ.
– ભાવના પાંચ મુખ્ય ભેદો લોકપ્રકાશ ગ્રંથમાં કહ્યા છે. તે આ પ્રમાણે – (૧) ઔપથમિક, (૨) ક્ષાયિક, (૩) લાયોપથમિક (૪) ઔદયિક અને (૫) પારિણામિક. (જેના પર ભાવલોક પ્રકાશ નામે આખો ગ્રંથ છે.)
– ભાવને જ બંધ અને મોક્ષનું કારણ કહેલ છે.
ભાવ' શબ્દથી “ભાવના' એવો અર્થ લઈએ તો – ભાવનાના બાર ભેદો છે - (૧) અનિત્ય, (૨) અશરણ, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ, (૬) અશુચિત્વ, (૭) આશ્રવ, (૮) સંવર, (૯) નિર્જરા, (૧૦) લોકસ્વરૂપ, (૧૧) બોધિ દુર્લભ અને (૧૨) ધર્મસ્વાખ્યાત - આ ભાવના ભાવવી જોઈએ.
બીજી રીતે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ - એ ચાર ભાવના પણ કહી છે.
• (૧૫) સંધિ - સ્વાધ્યાય કરવો.
– આત્માને હિતકર એવા શાસ્ત્રોનું અધ્યયન-અધ્યાપન તે સ્વાધ્યાય કહેવાય છે.
- જિનેશ્વર દેવોએ કહેલ દ્વાદશાંગી - આગમને જ પંડિત પુરષોએ સ્વાધ્યાય કહેલો છે. સમ્યક્ પ્રકારે આ કૃતનો અભ્યાસ તે સ્વાધ્યાય.
– સ્વાધ્યાયના પાંચ ભેદ છે - વાચના, પૃચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા - જેની વિસ્તૃત વ્યાખ્યા સૂત્ર-૨૮ “નાસંમિ'માં જુઓ.
• (૧૬) નમુનો - નવકારમંત્રનો જાપ કરો, નવકાર ગણો. – સૂત્ર-૧ “નવકારમંત્ર'માં વ્યાખ્યા તથા વિવેચન જોવું.
– દ્રવ્યથી નવપદરૂપ નવકારમંત્રની ગણના કે જાપ કરવો અને ભાવથી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુને નમસ્કાર કરવો.
– ઉપદેશ તરંગીણી ગ્રંથ મુજબ – “ભોજન, શયન, જાગવું, પ્રવેશ, ભય કે કષ્ટના સમયે (અને સર્વકાળે પણ) પાંચ નવકારનું સ્મરણ કરવું.
– ૮, ૦૮, ૦૮, ૮૦૮ નવકાર ગણનાર ત્રીજે ભવે મોક્ષ પામે છે. – સુતા અને ઉઠતા સાત (કે આઠ) નવકાર ગણવાનું પણ વિધાન છે.
– નવકાર મંત્ર આઠે કર્મોરૂપી ગાંઠને ભેદી નાંખે છે, સંસારમાં પડેલા આત્માને શરણરૂપ છે, અસંખ્ય દુઃખોના લયનું કારણ છે, શિવપંથ મોક્ષનો પરમ હેતુ છે. માટે નવકાર મંત્ર ગણવો જોઈએ.
૦ (૧૭) પરોવવારે - પરોપકાર કરવો, પરોપકાર પરાયણ બનો. - પરોપકાર એટલે પારકા પ્રત્યે ઉપકાર, બીજાનું ભલું કરવું. – પરોપકાર' શબ્દનો પર્યાય “પરાર્થકરણ અને પરપ્રયોજનકારિતા' એ