________________
૧૪૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
પ્રમાણે કહેલો છે. ‘પરાર્થકરણ' શબ્દથી વિશેષ વ્યાખ્યા માટે સૂત્ર-૧૮ ‘‘જયવીયરાય'' જોવું.
પરોપકાર બે પ્રકારે થાય છે. લૌકિક અને લોકોત્તર અથવા તો વ્યવહારિક અને પારમાર્થિક અથવા દ્રવ્યથી અને ભાવથી.
૦ (૧૮) નવા
યતના, કાળજી, જીવરક્ષા માટે સાવધાની.
‘જયણા' શબ્દનું સંસ્કૃત રૂપાંતર યતા છે. વત્ એટલે યત્ન કરવો, પ્રયાસ કરવો. તેના પરથી શબ્દ બન્યો યતના. તેનો અર્થ છે જીવરક્ષા કે અહિંસા પાલન માટે સતત કાળજી કે સાવધાની.
દશવૈકાલિક સૂત્રમાં પણ કહ્યું છે કે, “જયણાપૂર્વક ચાલે, જયણાપૂર્વક ઉભો રહે, જયણાપૂર્વક બેસે, જયણાપૂર્વક સુએ, જયણાપૂર્વક ખાય અને જયણાપૂર્વક બોલે તે પાપકર્મને બાંધતો નથી.
શ્રાવકને માત્ર ‘સવાવસા'' દયા કહેલી છે, તેથી તેને જીવરક્ષા માટે સાવધાની રૂપ - જયણા પાલનની વિશેષ આવશ્યકતા રહે છે. આ ‘‘સવા વસા'' દયાનું સ્વરૂપ સૂત્ર-૩૫ ‘‘વંદિત્તુ સૂત્ર'માં જોવું.
* (૧૯) બળપૂના :- જિનેશ્વર ભગવંતની પૂજા કરવી.
-
- જિનેશ્વરની પૂજા ત્રણ પ્રકારે કહેલી છે. (૧) અંગપૂજા, (૨) અગ્રપૂજા અને (૩) ભાવપૂજા. આ ત્રણ પૂજા દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા એવા બે ભેદથી પણ ઓળખાવાય છે. વિસ્તારથી આ દ્રવ્ય પૂજા અષ્ટ પ્રકારી કે સત્તર ભેદી પૂજા રૂપે પણ વર્ણવાયેલ છે.
-
સંબોધ પ્રકરણ દેવાધિદેવ કાંડ-૧૯૬મી ગાથામાં કહ્યું છે કે, “જો પૂજા સંપૂર્ણ વિધિથી ન જ થઈ શકે તો પણ પ્રભુને અક્ષત, દીપ વગેરે ભેટણું કરવારૂપ સામાન્ય પૂજા તો દરરોજ કરવી જોઈએ.
પૂજા પંચાશકમાં ઉત્સર્ગથી પૂજાનો કાળ ત્રણ સંખ્યારૂપ કહ્યો છે. સવારે, મધ્યાહ્ન અને સંધ્યા પૂર્વે. પ્રાતઃકાલે વાસચૂર્ણ વડે, મધ્યાહ્ને અષ્ટપ્રકારી અને સંધ્યાકાળે ધૂપ-દીપ (આરતી)રૂપ પૂજા કરવી.
જિનેશ્વર પરમાત્માની સદા ત્રિકાળ પૂજા કરનાર જીવ ત્રીજે, સાતમે અથવા આઠમે ભવે સિદ્ધિપદને પામે છે.
• (૨૦) નથુળ - જિનેશ્વરની સ્તુતિ કરવી.
‘નિળ’જિન શબ્દની વ્યાખ્યા સૂત્ર-૧૨, સૂત્ર-૧૩માં અપાયેલી છે. થુળળ - સ્તવન કે સ્તવ. જેના પાંચ ભેદ ચૈત્યવંદન ભાષ્યમાં કહ્યા છે. શક્રસ્તવ, ચૈત્યસ્તવ, નામસ્તવ, શ્રુતસ્તવ અને સિદ્ધસ્તવ અને સામાન્યથી પ્રભુના ગુણકિર્તનરૂપ સ્તુતિઓ બોલવી, સ્તવનો ગાવા ઇત્યાદિ થકી પણ જિનેશ્વરની સ્તવના થાય છે - આ સ્તુતિ-સ્તવનો ગંભીર આશયવાળા, મધુર શબ્દોવાળા અને વિશાળ ભાવાર્થથી યુક્ત હોવા જોઈએ. આ સ્તવનાથી જ્ઞાન, દર્શન, ચારિત્ર
બોધિનો લાભ થાય છે.