________________
૧૪૨
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૪ (૧૦) વ્હેતુ પસંદવયં - પર્વદિવસોમાં પૌષધદ્રત કરો. – ધર્મના સંચય કરવામાં હેતુભૂત બનીને ધર્મને પૂરણ કરે તે પર્વ.
– સામાન્યથી આઠમ, ચૌદશ, પૂનમ અને અમાસ પર્વદિન ગણાય છે. છ અઠાઈઓ પણ પર્વ દિવસ જાણવા. પર્વોના લૌકિક અને લોકોત્તર એવા બે ભેદો પણ કહ્યા છે.
– પર્વોમાં, પર્વ દિવસોમાં અવશ્ય પૌષધ કરવો જોઈએ.
– પૌષધ સંબંધી વિશેષ વ્યાખ્યા અને વિવેચન હવે પછીના સૂત્ર-પર અને સૂત્ર-૫૩ પૌષધ પ્રતિજ્ઞા અને પૌષધપારણમાં જોવા.
• (૧૧) રા - દાન આપો. સુપાત્રે દાન કરવું.
- તત્ત્વાર્થાધિગમ સૂત્ર-અધ્યાય-૮, સૂત્ર-૩૩માં કહે છે કે, અનુગ્રહ બુદ્ધિથી પોતાની વસ્તુ બીજાને આપવી તે 'દાન' કહેવાય છે.
– દાન પાંચ પ્રકારે કહ્યું છે – (૧) સુપાત્રદાન, (૨) અભયદાન, (3) અનુકંપાદાન, (૪) ઔચિત્ય દાન અને (૫) કીર્તિદાન.
જેમ અલ્પ એવું વડનું બીજ પૃથ્વીમાં નાખવાથી પાણીના યોગે બહુ વધે છે, તેમ દાન કરવાથી પુણ્યરૂપી વૃક્ષ પણ અત્યંત વધે છે માટે હે ભવ્યજીવો ! સુપાત્રમાં દાન આપો.
૦ (૧૨) શન - શીલ પાળો, સદાચાર પાળો. - શીલનો એક અર્થ ચારિત્ર એટલે પાંચે વ્રત ગ્રહણ કરવા છે. - શીલનો બીજો અર્થ બ્રહ્મચર્ય પાલન પણ છે. - સામાન્ય અર્થમાં શીલ એટલે સદાચાર, મર્યાદા આદિ છે.
– ધર્મરત્ન પ્રકરણમાં શીલવાન શ્રાવક કોને કહેવાય તે જણાવવા શ્રીમાનું શાંતિસૂરિજી મહારાજા છ લક્ષણો બતાવે છે.
(૧) જે શ્રાવક આયતન (જિનમંદિર આદિ) સેવે. (૨) વિના પ્રયોજને બીજાના ઘરમાં જવાનું ટાળે. (૩) હંમેશા અનુભટ - સાદો અને સુઘડ વેશ પહેરે. (૪) વિકારોત્પાક વચનો કદાપી બોલે નહીં. (૫) બાલક્રીડાનો પરિવાર અર્થાત્ ત્યાગ કરે. (૬) મધુર નીતિ વડે - મીઠાશથી કાર્યને સાધે. • (૧૩) તા - તપનું પાલન કરો, તપ આરાધો. - તપની એક વ્યાખ્યા છે “ઇચ્છાઓને રોકવી તે તપ.”
– જેના વડે રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર તેમજ અશુભ કર્મો તપાવાય તે તપ કહેવાય છે.
- તપ, તપાચાર અને તપના બાહ્ય અને અત્યંતર મળીને બાર ભેદો છે - તે સર્વેનું વિવેચન જાણવા જુઓ સૂત્ર-૨૮ “નાસંમિ.”
- જે કોઈ તપની આરાધના કરે તે તપ કેવા હોવો જોઈએ ?