________________
મન્નહ નિણાણ સક્ઝાય-વિવેચન
૧૩૯
- જેમાં ખોટાપણું કે અસત્ય હોય તે મિથ્યાત્વ કહેવાય.
- મિથ્યાત્વ એટલે અનાદિના ભ્રમણને લીધે ચિત્તભૂમિ પર છવાઈ ગયેલી ખોટી ધારણાઓ.
– યોગશાસ્ત્રમાં કહ્યું છે કે, દેવના ગુણો નથી, તેમાં દેવપણાની કલ્પના કરવી, ગુરુના ગુણો ન હોય તેમાં ગુરુપણાની ભાવના કરવી અને અધર્મપણાને વિશે ધર્મપણાની બુદ્ધિ હોવી તે સત્યથી વિપરીત હોવાથી મિથ્યાત્વ કહેવાય છે.
- સુદેવ, સુગુરુ, સુધર્મને કુદેવ, કુગુરુ કે કુધર્મ માનવા અથવા કુદેવ, કુગુરુ, કુધર્મને સુદેવ, સુગુરુ, સુધર્મ માનવા અથવા બંનેમાં કોઈ જ ફેર નથી તેમ માનવું અથવા દેવ-ગુરુ-ધર્મનું અસ્તિત્વ જ ન સ્વીકારવું તે મિથ્યાત્વ છે.
૦ દિરહું એટલે છોડો, ત્યાગ કરો.
- મિથ્યાત્વનો ત્યાગ કરો એ શ્રાવકનું બીજું કર્તવ્ય કહ્યું, કેમ કે, મિથ્યાત્વ સમાન કોઈ શત્રુ નથી, મિથ્યાત્વ સમાન કોઈ ઝેર નથી, મિથ્યાત્વ સમાન કોઈ રોગ નથી, મિથ્યાત્વ સમાન કોઈ અંધકાર નથી.'
- મિથ્યાત્વની વૃદ્ધિ કે પુષ્ટિથી જીવ પરલોકમાં બોધિ દુર્લભ બને.
– જે મૂઢ આત્મા બીજા જીવોને મિથ્યાત્વ પમાડવામાં નિમિત્ત બને છે, તે આત્મા તે જ નિમિત્ત થકી જિનકથિત બોધિને પામતો નથી. જેમ ભગવંત મહાવીરના જીવે મરીચીના ભાવમાં ત્રિદંડીપણામાં ધર્મ કહ્યો તો પંદરમાં ભવ સુધી જ્યારે જ્યારે મનુષ્ય થયા ત્યારે ત્રિદંડીપણું પામ્યા પણ જૈનધર્મ પામ્યા નહીં.
– મિથ્યાત્વના લૌકિક અને લોકોત્તર એવા બે ભેદ છે. તેમજ આભિગ્રહિક, અનાભિગ્રહિક, આભિનિવેશિક, સાંશયિક અને અનાભોગિક એવા પણ ભેદ જોવા મળે છે.
– નિશ્ચયથી તો અનંતાનુબંધી કષાય અને દર્શનમોહનીયનો ઉદય હોવો તે મિથ્યાત્વ જ છે.
૦ (૩) ઘ સન્મત્ત - સમ્યક્ત્વને ધારણ કરો. – સમ્યક્ત્વનો સામાન્ય અર્થ છે - શ્રદ્ધા, શુદ્ધ શ્રદ્ધા.
– તત્ત્વાર્થની શ્રદ્ધાને સમ્યકત્વ કે સગર્ દર્શન કહે છે. આ તત્ત્વો બે પ્રકારે છે – (૧) દેવ, ગુરુ, ધર્મરૂપ ત્રણ તત્ત્વ, (૨) જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, મોક્ષ એ નવતત્ત્વ.
આ તત્ત્વો પર નિસર્ગથી એટલે કે સ્વાભાવિક અથવા તો કોઈના ઉપદેશપૂર્વક શુદ્ધ શ્રદ્ધા થવી તે સમ્યગદર્શન છે.
- હેમચંદ્રાચાર્યજીએ ફરમાવ્યું છે કે, દેવને વિશે જે દેવપણાની બુદ્ધિ, ગુરને વિશે જે ગુરુપણાની બુદ્ધિ, ધર્મને વિશે ધર્મપણાની બુદ્ધિ એ જ સમ્યક્ત્વ કહેવાય છે.
- યથાર્થરૂપથી પદાર્થોના નિશ્ચય કરવાની જે રૂચિ તે સમ્યગ્ગદર્શન આવી દશ પ્રકારની રૂચિ સમ્યકત્વ સંબંધે જણાવાયેલ છે. તે આ રીતે–