________________
૧૩૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ સુગુરુ - સદ્દગુરુના
ઉવએસણું - ઉપેદશ વડે વિવેચન :
સૂત્રના આદ્ય-પદોને આધારે આ સૂત્ર “મન્નજિાણ” નામે પ્રસિદ્ધ છે. તેમાં શ્રાવકના નિત્યકૃત્યોનો નિર્દેશ હોવાથી તેને “સઠુ નિચ્ચ કિચ્ચ સક્ઝાઓ” (શ્રાવક નિત્યકૃત્ય સક્ઝાય) પણ કહે છે. ભરખેસર ની જેમ અહીં પણ સક્ઝાય શબ્દ જોડાયેલો છે. કેમકે તે સૂત્રમાં નામ સ્મરણ છે જ્યારે અહીં કર્તવ્ય સ્મરણ છે.
આ સૂત્ર - સઝાય ઉપર અહીં તો સામાન્ય વિવેચન જ રજૂ કરેલ છે, જેને કદાચ છત્રીસ કર્તવ્યોનો સંક્ષિપ્ત પરીચય જ કહી શકાય. અતિ વિસ્તારથી આ છત્રીસ કર્તવ્ય વિવેચન જાણવા માટે મુનિ દીપરત્નસાગરનો લખેલા “અભિનવ ઉપદેશ પ્રાસાદ' ગ્રંથ ભાગ - ૧ થી ૩ જોવા.
• ૧. મહિ નિનામા - જિનેશ્વરની આજ્ઞા માનો.
૦ મઝહ - માનો. અહીં મન્ એ ક્રિયાપદ છે. તેના પરથી “મન્નત' શબ્દ બન્યો છે, જેનો અર્થ છે “તમે માનો.”
– “મન્નડ'નું “મન્ડ' એવું પાઠાંતર પણ મળે છે. કોઈ અહીં “મન્નઈ હોવું જોઈએ. તેમ ભલામણ કરે છે, પણ આવા પ્રયોગ અપભ્રંશમાં અને જૂની ગુજરાતીમાં જોવા મળે છે.
૦ વિના - જિનેશ્વરોની, જિનવરોની.
– “જિન” શબ્દની વ્યાખ્યા સૂત્ર-૧૨ અંકિંચિ, સૂત્ર-૧૩ “નમુહૂર્ણ'માં “જિયાણં' પદથી જિન શબ્દનું વિવેચન જોવું.
૦ માઈ - આજ્ઞાને, આગમને. – મા એટલે સમસ્તપણે - અનંત ધર્મોની વિશિષ્ટતાપૂર્વક. – જ્ઞા એટલે જણાય છે, જીવાદિ પદાર્થો વડે તે આજ્ઞા. – “આજ્ઞા' એટલે આગમ એવો અર્થ પણ ગ્રાહ્ય જ છે. – “જિણાણે આણં' એવો પાઠ પણ જિણાણમાણેના સ્થાને નોંધાયેલ છે.
– “ભક્ત પરિજ્ઞા' આગમમાં વીર ભદ્રાચાર્યજી છઠા શ્લોકમાં જણાવે છે કે, “જિનેન્દ્રોની આજ્ઞાનું આરાધન શાશ્વતા સુખનું સાધન છે. તે આજ્ઞાના પાલન માટે વિશુદ્ધ બુદ્ધિવાળાએ ઉદ્યમ કરવો જોઈએ.
– હેમચંદ્રાચાર્યજીએ વીતરાગ સ્તોત્ર-૧૯માં પ્રકાશમાં “આજ્ઞા” શબ્દની વ્યાખ્યા કરતા કહ્યું છે કે
હે ભગવન્! સદાકાળને માટે તારી આજ્ઞા એ જ છે કે આશ્રવો સર્વથા છોડવા લાયક છે અને સંવર હંમેશા આદરવા લાયક છે.
૦ (૨) ભિષ્ઠ પરિહાર - મિથ્યાત્વને ત્યાગો. ૦ મિષ્ઠ - મિથ્યાત્વને. – ‘મિથ્યા' એટલે ખોટું, – એ ભાવસૂચક પ્રત્યય છે.