________________
“મન્નત જિણાણ' સક્ઝાય-અર્થ
૧૩૭ (૪) - (૨૬) ઉપશમભાવ રાખો, (૨૭) હેયોપાદેયનો વિવેક રાખો, (૨૮) સંવરભાવ ધારણ કરો, (૨૯) ભાષા સમિતિ પાળો, (૩૦) છ કાયના જીવો પ્રતિ કરૂણા રાખો, (૩૧) ધર્મીજનોનો સંસર્ગ રાખો, (૩૨) ઇન્દ્રિયોનું દમન કરો, (૩૩) ચારિત્રના પરિણામ રાખો.
(૫) – (૩૪) સંઘ પરત્વે બહુમાન રાખો, (૩૫) ધાર્મિક પુસ્તકો લખાવો અને (૩૬) તીર્થની પ્રભાવના કરો.
શ્રાવકના આ છત્રીસ કર્તવ્યો છે, જે સદ્ગુરુના ઉપદેશથી નિત્ય જાણવા યોગ્ય છે.
| શબ્દજ્ઞાન :મત્રહ - માનો
જિહાણ - જિનેશ્વરોની આણું - આજ્ઞાને
મિચ્છે - મિથ્યાત્વને પરિહર - ત્યાગ કરો
ઘર - ધારણ કરો સમ્મત્ત - સમ્યક્ત્વને
છવ્વીહ - છ પ્રકારના આવસ્સયંમિ - આવશ્યકોમાં
ઉજૂનો - ઉદ્યમવંત હોઈ - થાઓ
પાદિવસ - નિત્ય, હંમેશા પલ્વેસુ - પર્વ દિવસોમાં
પોસહવયં - પૌષધ વ્રત કરો દાણ - દાન આપો
સીલ - શીલ પાળો તવો - તપ કરો
અ - અને, વળી ભાવો - ભાવના ભાવો
સઝાય - સ્વાધ્યાય કરો નમુક્કારો - નવકાર ગણો
પરોવયારો - પરોપકાર કરો અ - અને, વળી
જયણા - યતના, જીવરક્ષા જિણપૂઆ જિન-પૂજા કરો
જિણથણણ - જિનસ્તુતિ કરો ગુરુથુઆ - ગુરુસ્તુતિ કરો
સાહખેિઆણ - સાધર્મિકોનું વચ્છd - વાત્સલ્ય કરો
વવહારસ્સ ય - અને વ્યવહારની સુદ્ધી - શુદ્ધિ રાખો
રહદત્તા - રથયાત્રા કાઢો તિત્વજત્તા - તીર્થયાત્રા કરો
ય - અને વિસમ - ઉપશમ ભાવ
વિવેક - હેયોપાદેય જ્ઞાન સંવર - સંવરણ કરવું તે
ભાસા સમિઈ - ભાષા સમિતિ છ જીવ - છ કાયના જીવોની
કરુણા - કરુણા, દયા ધમ્પિઅજણ - ધાર્મિક લોકોનો સંસખ્ખો - સંસર્ગ, સોબત કરણ-દમો - ઇન્દ્રિય દમન
ચરણ પરિણામો - ચારિત્ર ભાવના સંઘોવરિ - સંઘની ઉપર
બહુમાણો - બહુમાન રાખો પુન્જયલિહણ - પુસ્તક લખાવો પભાવણા - પ્રભાવના કરો તિર્થે - તીર્થની, શાસનની
સફાણ - શ્રાવકોના કિચ્ચમેવ - આ કર્તવ્યો છે
નિચ્ચે - નિત્ય, હંમેશાં