________________
૧૩૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
સૂત્ર-પ મનડ જિણાણ સઝાય
સડ્ડ-નિચ્ચકિચ્ચ-સક્કાઓ )
સૂત્ર-વિષય :
આ સઝાયમાં શ્રાવકોને કરવા યોગ્ય છત્રીશ કર્તવ્યોનો નામ નિર્દેશ છે. શ્રાવકોએ સદ્ગના ઉપદેશપૂર્વક આ કર્તવ્યો કરવામાં યથાશક્તિ ઉદ્યમવંત રહેવું જોઈએ તેવું સૂચન છે.
v સૂત્ર-મૂળ :મત્રહ જિણાણમાણે, મિષ્ઠ પરિહરહ ધરહ સમ્મત્ત; છબ્રિહ-આવસ્સયંમિ, ઉજ્જરો હોઈ પઈ દિવસ. પલ્વેસુ પોસહવયં, દાણું શીલ તવો અ ભાવો આ સજ્ઝાય - નમુક્કારો, પરોવયારો અ જયણા અ. જિણ-પૂઆ જિસ-ગુણણ, ગુરુ-થુઆ સાહમ્પિઆણ વચ્છā; વવહારસ્સ ય સુદ્ધી, રહજતા તિસ્થજના ય ઉવસમ-વિવેગ-સંવર, ભાસા-સમિઈ છજજીવ-કરુણા ય; ધમ્પિઅજણ-સંસમ્મો, કરણ-દમો ચરણ-પરિણામો સંઘોવરિ બહુમાણો, પુત્વય-લિહણ પભાવણા તિર્થે સફાણ કિચ્ચમેણં, નિચ્ચે સુગુરૂવએસણ.
સૂત્ર-અર્થ :
(૧) - (હે ભવ્ય જીવો !) તમે - (૧) જિનેશ્વરની આજ્ઞાને માનો, (૨) મિથ્યાત્વને ત્યાગો, (૩) સમ્યક્ત્વને ધારણ કરો, (૪ થી ૯) પ્રતિદિન (૪સામાયિક, પ-ચતુર્વિશતિ સ્તવ, ૬-વંદન, ૭-પ્રતિક્રમણ, ૮-કાયોત્સર્ગ, ૯પ્રત્યાખ્યાન એ) છ આવશ્યકમાં ઉદ્યમવંત રહો.
(૨) (૧૦) પર્વ દિવસોમાં પૌષધદ્રત કરો, (૧૧) દાન આપો, (૧૨) શીલ પાળો, (૧૩) તપ કરો, (૧૪) ભાવના ભાવ, (૧૫) સ્વાધ્યાય કરો, (૧૬) નમસ્કાર મંત્ર જપો, (૧૭) પરોપકાર - પરાયણ બનો, (૧૮) જયણા પાળો - જીવ રક્ષા કરો
(૩) – (૧૯) રોજ જિનેશ્વરની પૂજા કરો, (૨૦) જિનેશ્વરની સ્તુતિ કરો, (૨૧) ગુરુની નિત્ય સ્તુતિ કરો, (૨૨) સાધર્મિકનું વાત્સલ્ય કરો. (૨૩) વ્યવહાર શુદ્ધિ જાળવો, (૨૪) રથયાત્રા કાઢો, (૨૫) તીર્થ યાત્રાઓ કરો.