________________
ભરફેસર-સજ્ઝાય-વિવેચન
૧૩૫ અંગીકાર કરેલી. સ્થૂલભદ્ર સ્વામીને એક વખત વંદનાર્થે ગયેલા તે વિશિષ્ટ પ્રસંગ પણ નોંધાયેલો છે. તેમણે પોતાના બીજા ભાઈ શ્રીયકને પણ વૈરાગ્ય માર્ગે વાળેલ.
(આવશ્યક નિર્યુક્તિ-૧૨૮૪ની ચૂર્ણિ, વૃત્તિમાં આ કથા છે.)
૦ આ અને આવા અન્ય પણ મહાસતીઓનો યશ-પટડ આજે પણ ત્રણે ભુવનમાં વિખ્યાત છે.
વિશેષ કથન :
આ સજ્ઝાયમાં પ૩ મહાસત્ત્વવાનું અને ૪૭ મહાસતીઓના નામ છે. અહીં વિવેચનમાં તો તેનો પરીચય માત્ર છે. આગમશાસ્ત્રોમાં તથા અન્ય ગ્રંથોમાં આ કથાનકોનો ઘણો જ વિસ્તાર થયેલો જોવા મળે છે. શુભશીલગણિએ વિક્રમ સંવત ૧૫૦૯હ્માં સંસ્કૃતમાં “ભરફેસર બાહુબલિવૃત્તિ રચી જરૂર છે, પણ તેમાં કેટલાંક પાત્રોનો વિસ્તાર છે અને કેટલાંકનો સામાન્ય ઉલ્લેખ જ જોવા મળે છે. સામે પક્ષે આ સજઝાયના કેટલાંક પાત્રોના ચરિત્ર કે રાસની સ્વતંત્ર રચના પણ કોઈ-કોઈ દ્વારા થયેલી છે - જેમાંના કેટલાંકનો ઉલ્લેખ આરંભ કર્યો પણ છે.
– આ સજુઝાયનો ક્રિયામાં ઉપયોગ માત્ર રાત્રિ પ્રતિક્રમણમાં થતો જોવા મળે છે. જગચિંતામણિ ચૈત્યવંદન બાદ તે બોલાય છે.
– આ સજ્ઝાયની પદ્ય રચના “ગાહા” છંદમાં થયેલી છે.
- અહીં પાત્રના નામને આધારે જે પરીચયો જૂ થયા છે, તેમાં શુભશીલ ગણિ રચિત વૃત્તિનો આધાર લેવાયો છે, પણ જે નામના પાત્રો છે, તે પાત્રો આ જ છે અને અન્ય નથી જ, તેવું કોઈ વિધાન કરવું કે માનવું યોગ્ય નથી. કેમકે તેમાંના કેટલાંક નામો એવા છે જે નામથી આગમોમાં અને પછીના ગ્રંથોમાં એક કરતા વધુ વ્યક્તિની અલગ અલગ કથા જોવા મળે છે. જેમકે - અતિમુક્ત મુનિ ભગવંત મહાવીરમાં થયા છે, તેમ બીજા અતિમુક્ત મુનિ ભગવંત અરિષ્ટનેમિના કાળમાં પણ થયા છે. એ જ રીતે “નાગદત્ત' નામે પાંચેક અલગ-અલગ કથા મળે છે. “નંદિષણ' નામે પણ ત્રણ-ચાર અલગ અલગ કથા જોવા મળે છે. “સુદર્શન' નામે પણ બીજી કથાઓ છે. આ સૂત્રનો ઉદ્દેશ આવા પવિત્ર નામો દ્વારા તેમનું સ્મરણ કરવાનો, ગુણોની અનુમોદના કરવાનો, આવા ગુણો પ્રાપ્ત થાય તેવી શુભ ભાવના ભાવવાનો છે.
- સૂત્ર-નોંધ :
– આ સૂત્ર આવશ્યકસૂત્રાદિ કોઈ આગમમાં નથી. આ સૂત્રના આધાર સ્થાન વિશે વિશેષ કોઈ માહિતી અમને મળેલ નથી.
– વૃત્તિને આધારે આ સૂત્ર ૫૫૦ વર્ષ કરતા વધુ પ્રાચીન છે, તેમ ચોક્કસ કહી શકાય, પણ કેટલું પ્રાચીન છે, તે ખ્યાલ નથી.
– આ સૂત્રની ભાષા પ્રાકૃત છે.