________________
૧ ૩૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ (આ કથા નાયાધમ્મકહા-૧૬ ૭ થી ૧૮૩માં અતિ વિસ્તારથી છે. તેમજ ભગવતીજી, જીતકલ્પભાષ્યમાં પણ તેની કથા છે.)
(૩૦) ધારિણી :
ચેડા રાજાની સાત પુત્રીમાંની એક પુત્રી ધારિણી હતી. દધિવાહન રાજા સાથે તેણીના વિવાહ થયેલા. ચંદનબાળાની માતા હતા. જ્યારે રાજ્યથી દૂર જવાનું થયું ત્યારે શતાનીક રાજાના સુભટે તેણીને પકડી લીધેલી. પોતાના શીલની રક્ષા કરવા જીભ કચરીને પ્રાણ ત્યાગ કર્યો.
(આગમોમાં ૨૯ ધારિણીઓ અમે જોઈ છે. તેમાંના એક ધારિણીના કથાનો આ સંક્ષેપ રજૂ કર્યો છે. ચંદનબાળાની કથામાં તેનો ઉલ્લેખ છે.)
(૩૧) કલાવતી :
આગમેતર ગ્રંથોમાં આવતી આ પ્રસિદ્ધ કથા છે. કલાવતી શંખરાજાની શીલવતી પત્ની હતી. કોઈ વખતે તેણીના ભાઈએ મોકલેલા કંકણને કારણે ગેરસમજ થવાથી, પતિએ કંકણ સહિત કાંડા કાપી નંખાવેલા, પણ શીલના પ્રભાવે ફરી કલાવતીના હાથ હતા તેવા થઈ ગયેલા. જંગલમાં જ પુત્રને જન્મ આપવો પડેલ. ઘણા વર્ષે પતિને પસ્તાવો થતા પુનર્મિલન થયું. છેવટે દીક્ષા લઈ કલાવતી સતી સ્વર્ગે ગયા.
(૩૨) પુષ્પચૂલા :
પુષ્પચૂલા નામે બે શ્રમણી કથા આગમ કથાનુયોગમાં નોંધાયેલી છે. તેમાંના વૈયાવચ્ચી પુષ્પચૂલાનો અહીં પરીચય આપેલ છે. પુષ્પયૂલરાજાની બહેન અને પત્ની પુષ્પચૂલાએ દીક્ષા લીધી. અર્ણિકાપુત્ર આચાર્યની નિર્મળ વૈયાવચ્ચના પ્રભાવે તેણીને કેવલજ્ઞાન થયું અને મોક્ષે ગયેલા.
(આગમમાં આ કથા ઠાણાંગ વૃત્તિ, બૃહતુકલ્પ ભાષ્ય, આવશ્યક નિયુક્તિ૧૧૯૪ની વૃત્તિ અને શૂર્ણિ તથા નંદી વૃત્તિમાં છે.)
(૩૩ થી ૪૦) પદ્માવતી આદિ આઠ :
કૃષ્ણ વાસુદેવની આઠ પટ્ટરાણીરૂપે ભરફેસર સઝાયની ગાથા-૧૧માં સ્પષ્ટ ઉલ્લેખ કરાયેલ આ આઠ મહાસતીઓના નામ (૧) પદ્માવતી, (૨) ગૌરી, (૩) ગાંધારી, (૪) લક્ષ્મણા, (૫) સુશીમા, (૬) જાંબૂવતી, (૭) સત્યભામાં અને (૮) રુકિમણી છે. (અંતગડ દસામાં આ કથા વિસ્તારથી અપાયેલી છે.) આઠે પટ્ટરાણીઓએ દીક્ષા લીધી. વીસ વર્ષ શ્રમણ પર્યાય પાળી અંતકૃત કેવલી થઈ આઠ શ્રમણી મોક્ષે ગયા.
(૪૧ થી ૪૭) યક્ષા આદિ સાત :
શકટાલ મંત્રીની પુત્રી અને ભરફેસર સજઝાયની ગાથા-૧૨માં જ જણાવ્યા મુજબ આ સાતે સ્થૂલભદ્રસ્વામીની બહેનો હતી. તેમના નામો (૧) યક્ષા, (૨) યક્ષ દિન્ના, (૩) ભૂતા, (૪) ભૂતદિન્ના, (૫) સેણા, (૬) વેણા અને (૭) રેણા હતા. સાતે બહેનો મેધાવી અને તીવ્રતમ સ્મરણશક્તિવાળા હતા. સાતે બહેનો એ દીક્ષા