________________
૧૪૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ (૧) નિસર્ગરુચિ, (૨) ઉપદેશરુચિ, (૩) આજ્ઞારુચિ, (૪) સૂત્રરુચિ, (૫) બીજરુચિ, (૬) અભિગમરુચિ, (૭) વિસ્તારરુચિ, (૮) ક્રિયારુચિ, (૯) સંક્ષેપરુચિ અને (૧૦) ધર્મરચિ.
આવશ્યક સૂત્રના છટ્ઠા અધ્યયનમાં જણાવે છે કે, વિશુદ્ધ સમ્યક્ત્વ મોહનીય પુજના વેદવાથી - ઉપશમ કે ક્ષયથી પ્રગટ થયેલો અને શમ, સંવેગ વગેરે લિંગોથી ઓળખાતો આત્માનો શુભ પરિણામ તે સમ્યકત્વ.
નિશ્ચયથી સમ્યક્ત્વ તો ત્યારે જ કહેવાય જ્યારે “અનંતાનુબંધી કષાયની ચાર પ્રકૃતિ અને સમ્યકત્વ મોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વ મોહનીય એ ત્રણ દર્શનમોહની પ્રકૃત્તિ મળીને કુલ સાત કર્મ પ્રકૃત્તિનો ક્ષય કે ક્ષયોપશમ થયેલો હોય. શ્રેણિક મહારાજાના આવા સમ્યક્ત્વની ખુદ ઇન્દ્રએ પણ દેવલોકમાં પ્રશંસા કરેલી હતી.
સમ્યક્ત્વના ઔપશમિક, લાયોપથમિક, ક્ષાયિક, વેદક, સાસ્વાદન એવા પાંચ ભેદ મળે છે, કારક, રોચક અને દીપક એવા ત્રણ ભેદ પણ મળે છે.
સમ્યક્ત્વની ભાવના અથવા સમ્યકત્વના છ સ્થાનો જણાવતા પ્રવચન સારોદ્વારમાં કહ્યું છે કે, (૧) આત્માનું અસ્તિત્વ છે, (૨) આત્મા નિત્ય છે, (૩) આત્મા કર્મબંધનો કર્તા છે, (૪) આત્મા જ તે કર્મોનો ભોક્તા છે, (૫) આત્મા કર્મોથી મુક્ત પણ થાય છે, (૬) મુક્તિ-મોક્ષનો ઉપાય પણ છે.
સમ્યક્ત્વ જ વ્રતોનો પાયો છે, સપક કે ઉપશમ શ્રેણી માંડતા પહેલા પણ જરૂરી ગુણઠાણું સમ્યક્ત્વ જ છે. જ્ઞાન-ચારિત્ર-તપ પણ સમ્યક્ત્વ યુક્ત હોય તો જ કલ્યાણકારી છે. મોક્ષ મહેલમાં પ્રવેશવાનું કોઈ મુખ્ય દ્વાર હોય તો તે પણ સમ્યક્ત્વ જ છે. માટે સમ્યક્ત્વ ધારણ કરો.
• બ્રિણ સવિર્સમિ ૩ હો પવવત્ત - છ આવશ્યકને વિશે પ્રતિદિન ઉદ્યમવંત થાઓ.
– અહીં શાબ્દિક પાઠભેદ પહેલા જણાવી દઈએ - “આવસ્સયંમિ'ને બદલે “આવસ્મયમિ" પાઠ પણ છે, “ઉજ્જરોને બદલે “ઉજ્જતા” પાઠ પણ છે. “હોઇ'ને બદલે “હોહ” પાઠ પણ છે.
૦ “છવ્વ વિસયંમિ' ષવિધ આવશ્યકોમાં.
– આ છ એ આવશ્યક પ્રત્યેક એક અલગ કર્તવ્યરૂપ છે. તેથી શ્રાવકોનું ચોથાથી નવમું કર્તવ્ય આ પ્રમાણે થશે – (૪) સામાયિક, (૫) ચતુર્વિશતિ સ્તવ, (૬) વંદન, (૭) પ્રતિક્રમણ, (૮) કાયોત્સર્ગ, (૯) પ્રત્યાખ્યાન.
આ છ એ આવશ્યકો સાથે ગાથાનું ચોથું ચરણ જોડવું – તે તે આવશ્યકમાં પ્રતિદિન - હંમેશાં ઉદ્યમવંત થવું.
(૪) સામયિવર -
- આર્ત રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી તથા સાવદ્ય કર્મનો ત્યાગ કરી એક મુહર્ત સુધી સમભાવમાં રહેવું તે સામાયિક વ્રત છે.