________________
ભરડેસર-સજ્ઝાય-વિવેચન
૧૩૧
(૧૭) સુજ્યેષ્ઠા :
શ્રેણિક રાજા અને સુજ્યેષ્ઠા પરસ્પર આકર્ષિત થયેલા. શ્રેણિકે તેણીની સંમતિથી તેણીને ભગાડી જવાની યોજના બનાવેલી, પણ ભૂલથી તેણીની બહેન ચેલણાને લઈ ચાલ્યો ગયો. વૈરાગ્ય પામી સુજ્યેષ્ઠાએ ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. પેઢાલ વિદ્યાધરે પોતાની વિદ્યા આપવા યોગ્ય પુત્રને માટે મહાશીલવંતી બ્રહ્મચારિણી જ્યેષ્ઠા શ્રમણીમાં ગુપ્તરૂપે ગર્ભબીજ સ્થાપેલું. જેનાથી સત્યકી વિદ્યાધર પુત્ર થયો. વિવિધ તપશ્ચરણ કરી સુજ્યેષ્ઠા કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.
( ઠાણાંગ-૮૭૧ વૃત્તિ અને આવશ્યક નિર્યુક્તિ-૧૨૮૪ વૃત્તિમાં આ કથા છે.)
(૧૮) મૃગાવતી :
કૌશાંબીના શતાનીક રાજાને પરણેલ મૃગાવતીની કોઈ ચિત્રકારે માત્ર પગનો અંગૂઠો જોઈને પૂર્ણ છબી આલેખી, તે જોઈને શતાનીકે તેને અપમાનીત કરી કાઢી મૂક્યો. ચિત્રકારે ચંડપ્રદ્યોત રાજાને મૃગાવતીની સુંદરતા રજૂ કરતી પ્રતિકૃતિ દેખાડતા મોહાંધ રાજાએ કૌશાંબી પર ચડાઈ કરી. તેમના મોટા સૈન્યને જોઈને જ શતાનીક મૃત્યુ પામ્યો. મૃગાવતીએ યુક્તિથી ચંડપ્રદ્યોતને દૂર રાખ્યો. દીક્ષા લેવાની ભાવના થઈ. ભગવંત મહાવીર પધાર્યા. મૃગાવતીએ પોતાના પુત્ર ઉદયનને ચંડપ્રદ્યોતને સોંપી દીક્ષા માટે અનુમતિ માંગી. પછી આર્યા ચંદનબાળાના શિષ્યારૂપે દીક્ષા લીધી. કોઈ વખતે સૂર્ય-ચંદ્ર ભગવંતના વંશનાર્થે આવેલા તેમાં સંધ્યાકાળનો ખ્યાલ ન રહેતા મૃગાવતીને ઉપાશ્રયે પાછા ફરતા મોડું થયું. આર્યા ચંદનબાળાએ ઠપકો આપ્યો. ત્યારે ક્ષમાયાચના કરતા મૃગાવતીજીને શુદ્ધ ભાવે કેવળજ્ઞાન થયું. કેવળી મૃગાવતીજીની ક્ષમાયાચના કરતા ચંદનબાળા પણ કેવળજ્ઞાન પામ્યા.
( આગમોમાં આ કથા વિસ્તારથી છે. જે ઓ ભગવતી સૂત્ર-૪૬ ૨, અંતગડદસા, આવશ્યક નિર્યુક્તિ-પર૧ની વૃત્તિ, ચૂર્ણિ, દશવૈકાલિક પૂર્ણિ આદિ)
(૧૯) પ્રભાવતી :
પ્રભાવતીના લગ્ન સિંધુ-સૌવીરના રાજા ઉદાયન સાથે થયેલા. અરિહંત પરમાત્મા પ્રત્યે અનન્ય શ્રદ્ધાવાન્ એવી આ રાણી ત્રિકાળપૂજા કરતા, કોઈ વખતે શ્રાવકધર્મની દૃઢ અનુપાલના કરવા છતાં તેનાથી અહિંસા વ્રતનું ખંડન થઈ ગયું. દીક્ષા લીધી, ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. મૃત્યુ પામી દેવલોકે દેવ થયા. ઉદાયન રાજાને પ્રતિબોધ કરી સંયમ માર્ગે વાળ્યો
(ભગવતીજી સૂત્ર-૫૮૭, આવશ્યક નિર્યુક્તિ-૭૭૫ની વૃત્તિ-ચૂર્ણિ, નિશીથ ભાષ્ય-૩૧૮૩ની વૃત્તિ, ઉત્તરાધ્યયન નિર્યુક્તિ આદિમાં આ કથા છે.)
(૨૦) ચેલણા :
શ્રેણિક રાજા સાથે ભાગીને લગ્ન કરનાર ચેલણા પણ ચેડારાજાની પુત્રી હતા. ભગવંત મહાવીરના પરમ શ્રાવિકા હતા. કોણિક, હલ, વિહલ એ તેના ત્રણ પુત્રોનો ઉલ્લેખ પણ આવે છે. શીલવાનપણાને લીધે તેણીની ગણના મહાસતી