________________
૧૩૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ (૧૧) રાજિમતી :
ભગવંત અરિષ્ટનેમિ સાથે પૂર્વના આઠ ભવોની પ્રીત હતી. જ્યારે અરિષ્ટનેમિકુમાર તેણીને પરણ્યા વિના પાછા ફર્યા ત્યારે આ મહાસતીએ લગ્ન ન કરવા નિર્ણય કરી, ભગવંતની પાસે દીક્ષા લીધી. રથનેમિમુનિ જ્યારે આર્યા રાજીમતીમાં મોહાયા ત્યારે રાજીમતીએ તેમને સ્થિર કર્યા. આ મહાસતી અંતે કૈવલ્ય પ્રાપ્તિ કરી મોક્ષે ગયા.
( આગમોમાં દશવૈકાલિક પૂર્ણિમાં, ઉત્તરાધ્યયન સૂત્ર-૮૦ર થી ૮૪૫ની વૃત્તિ, નિર્યુક્તિ-૪૫૧ અને તેની પૂર્ણિમાં આ કથા છે.)
(૧૨) ઋષિદના :
હરિષણ તાપસને એક પુત્રી હતી. તેનું નામ ઋષિદત્તા હતું. તેણી કનકરથ રાજાને પરણેલી. કર્મોદયથી આ મહાસતીને અનેક કસોટીમાંથી પસાર થવું પડ્યું. બધી કસોટીમાં તેણી પાર ઉતરી ગયા. અંતે સંયમ અંગીકાર કરી મોક્ષે ગયા.
(૧૩) પદ્માવતી :
આગમ નામકોસોમાં તેર અલગ-અલગ પદ્માવતીનો ઉલ્લેખ છે. તેમાંના એક એવા પદ્માવતીનો પરિચય અહીં રજૂ કરેલ છે. તે દધિવાહન રાજાની પત્ની (રાણી) તથા. “કરકંડુ' પ્રત્યેકબુદ્ધના તે માતા હતા, તેણી ચેડારાજાની પુત્રી હતી. તે મહાસતીએ છેલ્લે દીક્ષા લીધેલી.
( આ કથા નિશીથભાષ્ય, બૃહત્કલ્પભાષ્ય, આવશ્યક ચૂર્ણિ અને ઉત્તરાધ્યયન નિર્યુક્તિ-૨૭૫ની વૃત્તિમાં વિસ્તારથી છે.)
(૧૪) અંજનાસુંદરી :
પવનંજયના પત્ની અને હનુમાનની માતા એવા આ અંજનાસુંદરી મહાસતી હતા. લગ્ન બાદ પતિનો ઘણાં વર્ષો સુધી વિયોગ રહ્યો. કોઈ વખત પતિને તેની યાદ આવતા ગુપ્તામિલન થયું. પણ તેના પરિણામે અંજના ગર્ભવતી બની. તેના પર કલંક આવ્યું. વનમાં જઈને હનુમાનને જન્મ આપ્યો. પણ પોતાના શીલવતમાં હંમેશા નિશ્ચલ રહ્યા. છેલ્લે દીક્ષા લઈ મોક્ષે ગયા.
(૧૫) શ્રીદેવી :
શ્રીદેવી એ શ્રીધરરાજાની પરમ શીલવતી પત્ની હતા. એક પછી એક એમ બે વિદ્યાધરોએ હરણ કરી, તેણીને શીલથી ચલિત કરવા માટે ઘણાં પ્રયત્નો કર્યા હતા. પણ શ્રીદેવી નિશ્ચલ રહ્યા. પછીથી ચારિત્ર લઈને સ્વર્ગે ગયા. ત્યાંથી મોક્ષે જશે.
૦ હવે ૧૬ થી ૨૦માં પાંચ મહાસતીનો પરીચય છે. આ પાંચે મહાસતીઓ ચેડારાજાની પુત્રીઓ હતી. તે આ પ્રમાણે–
(૧૬) જ્યેષ્ઠા :
ભગવંત મહાવીરના મોટા ભાઈ નંદિવર્ધન રાજાના પત્ની આ જ્યેષ્ઠા મહાસતી હતા. તેણીએ શ્રાવકના વ્રતોનું અતિ દઢતાથી પાલન કરેલું હતું. શક્રેન્દ્રએ પણ તેણીના શીલની સ્તુતિ કરેલી હતી.