________________
ભરડ્રેસર-સજ્ઝાય-વિવેચન
૧૨૯
લગ્ન નળરાજા સાથે થયેલા. જીવનના ઝંઝાવાતોમાં પણ તેણીની શ્રદ્ધા અડોલ રહેલી અને પતિવ્રતને દૃઢતાથી પાળેલ.
(૬) નર્મદાસુંદરી :
સહદેવની પુત્રી નર્મદાસુંદરી હતી. મહેશ્વરદત્ત સાથે તેણીના લગ્ન થયેલા. શીલની રક્ષા માટે તેણે અનેક સંઘર્ષ વેઠ્યા હતા. શીલવતી સ્ત્રીમાં અગ્રેસર એવી આ નર્મદાસુંદરીની કથા જો કે આગમકથાનુયોગમાં મળતી નથી, પણ ગ્રંથરચનાકારો કહે છે કે, તેણીએ છેલ્લે દીક્ષા લીધી હતી.
(૭) સીતા :
મહાસતી સીતાનું કથાનક અતિ પ્રસિદ્ધ છે. વિદેહરાજ જનકની પુત્રી અને બલદેવ રામચંદ્રજીના પત્ની હતા. (આગમોમાં બલદેવ રામ કે જેનું નારાયણ નામ છે. તેની કથામાં તેમજ નિશીથ ભાષ્ય ચૂર્ણિમાં આ કથા છે.)
(૮) નંદા :
શ્રેણિક રાજાની એક રાણીનું નામ નંદા હતું. તેણી સુનંદા નામે પણ પ્રસિદ્ધ હતી. અભયકુમાર તેમનો પુત્ર હતો. પતિના વિયોગમાં તેણી પોતાના શીલ અને ધર્મપરાયણમાં અડગ રહેલ મહાસતી હતા. આ નંદારાણીએ ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી હતી. અગિયાર અંગોનું અધ્યયન કર્યું. વીશ વર્ષ શ્રમણીપર્યાય પાળી, અંતકૃત્ કેવલિ થઈને સિદ્ધ થયા.
(આગમોમાં આવશ્યક નિયુક્તિ-૧૨૮૪ની વૃત્તિ અને ચૂર્ણિમાં તથા નાયાધમ્મકહા, અંતગઽદસા આદિમાં તેની કથા છે.)
(૯) ભદ્રા :
આગમનામકોશમાં બત્રીશ ‘‘ભદ્રા’’ઓનો ઉલ્લેખ છે. તેમાં અહીં શાલીભદ્રના માતા એવા જૈનધર્મના પરમ અનુરાગિણીનો ઉલ્લેખ છે.
શ્રેણિક રાજાના ભદ્રા નામે એક રાણી પણ હતા, જેણે નંદા રાણીની જેમ દીક્ષા લીધેલી. અંતકૃત્ કેલ થઈ મોક્ષે ગયા. (૧૦) સુભદ્રા શ્રાવિકા :
વસંતપુરના જિનદત્ત શ્રેષ્ઠીની પુત્રી સુભદ્રા હતી. તેના લગ્ન બૌદ્ધધર્મી સાસરીયામાં થયેલો. તેઓ સુભદ્રાને અનેક પ્રકારે કષ્ટો આપતા હતા. તેણી શ્રાવિકાધર્મથી લેશમાત્ર ચલિત ન થઈ. કોઈ વખતે મુનિની આંખનું તણખલું જીભ વડે દૂર કરતાં તેણીના શીલ પરત્વે આળ આવેલું. તેણીએ પોતાનું અને મુનિ પરનું કલંક દૂર કરવા શાસનદેવીની આરાધના કરેલી. શાસનદેવીની કૃપાથી તેણીનું કલંક દૂર થયેલ. શીલવંતી એવી આ શ્રાવિકા મહાસતીરૂપે પ્રસિદ્ધ છે.
(ઠાણાંગવૃત્તિ, બૃહત્કલ્પભાષ્ય વૃત્તિ, વ્યવહારભાષ્ય વૃત્તિ, આવશ્યક નિયુક્તિ-૧૫૫૦ની વૃત્તિ, ચૂર્ણિમાં, દશવૈકાલિક ચૂર્ણિમાં આ કથા છે.)
4 9