________________
૧૨૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
સુલસાનો પરિચય આપેલ છે. (ઘણાં આગમોમાં તેનો ઉલ્લેખ છે.)
રાજા શ્રેણિકના રથિક નાગસારથીની પત્નીનું નામ સુલસા હતું. દેવ સહાયથી સુલસાને એક સાથે બત્રીશ પુત્રો થયેલા. શ્રેણિક રાજાના અંગરક્ષક એવા આ બત્રીશ પુત્રો એક સાથે મૃત્યુ પામ્યા. ત્યારે પરમ શ્રાવિકા એવી સુલસાએ લેશ માત્ર શોક ન કર્યો. અંબડ પરિવ્રાજકે તેના સમ્યક્ત્વની કસોટી કરેલી. તેણીની ધર્મશ્રદ્ધાથી અંબડ ઘણો જ પ્રભાવિત થયેલો. આ સુલસાનો જીવ આવતી ચોવીશીમાં ‘નિર્મમ'' નામે તીર્થંકર થશે. (૨) ચંદનબાળા :
ભગવંત મહાવીરના ૩૬,૦૦૦ શ્રમણીઓમાં મુખ્ય શ્રમણી એવા ચંદના થયા. જે ચંદનબાળા નામે પ્રસિદ્ધ છે. તે દધિવાહન રાજા અને ધારિણીની પુત્રી હતી. મૂળ નામ વસુમતી હતું. જ્યારે માતા-પુત્રી શત્રુ સૈનિકના હાથમાં પકડાયા, ત્યારે ધારિણીના મૃત્યુ બાદ વસુમતિને પુત્રીવત્ ધનાવહ શેઠે પાલન કર્યુ, તેનું ચંદના નામ રાખ્યું ધનાવહ શેઠની પત્ની મૂળા શેઠાણીએ ચંદનાને જ્યારે ભૂંડન કરાવી, બેડી પહેરાવી, અન્ન-જળ આપ્યા વગર એક ઘરમાં પુરી દીધેલી. ત્રણ દિવસે ભગવંત મહાવીર વહોરવા પધાર્યા. ધનાવહ શેઠે આપેલા અડદના બાકુડા વહોરાવી દઈ ભગવંતને પારણું કરાવ્યું. પંચ દિવ્યો પ્રગટ થયા. મસ્તકે કેશ આવી ગયા, બેડીઓ તુટી ગઈ. છેલ્લે ભગવંત પાસે દીક્ષા લીધી. મૃગાવતી શ્રમણીની ક્ષમાપના કરતા કેવળી થયા અને મોક્ષે ગયા.
(* આગમોમાં ભગવતીજી, અંતગઽદસા, આવશ્યક નિયુક્તિ-૫૨૧ની વૃત્તિ, ચૂર્ણિ, દશવૈકાલિક ચૂર્ણિ આદિમાં આ કથા વિસ્તારથી છે.)
(૩) મનોરમા :
સુદર્શન શ્રેષ્ઠીપુત્ર જેની કથા મહાત્માઓમાં એકવીશમાં ક્રમે છે. તેમની પત્નીનું મનોરમા હતું (આગમોમાં મિત્રવતી નામ છે) ગ્રંથોમાં કથા એ પ્રમાણે છે કે, ‘મનોરમા'એ કરેલ કાયોત્સર્ગના પ્રભાવે સુદર્શન શેઠને શૂળીનું સિંહાસન થઈ ગયેલું. તેણી પતિવ્રતા મહાસતી હતી.
(૪) મદનરેખા :
મદનરેખા યુગબાહુની અતિ સ્વરૂપવાન અને સુશીલ પત્ની હતી. મણિરથ રાજા તેના નાનાભાઈની આ પત્નીમાં મોહિત થયા. તેને પ્રાપ્ત કરવા મણિરથે યુગબાહુની હત્યા કરાવી. ગર્ભવતી મદનરેખા ભાગી નીકળી. પુત્રને જન્મ આપ્યો. ‘નમિ' એવું નામ રાખ્યું. પછી મદનરેખાએ દીક્ષા લીધી. પોતાના બંને પુત્રો વચ્ચેનું યુદ્ધ નિવાર્યુ.
(આ કથા આગમોમાં પ્રત્યેકબુદ્ધ નમિરાજર્ષિની કથામાં છે.) (૫) દમયંતી :
આગમ કથાનુયોગમાં આ કથા જોવા મળતી નથી, તો પણ મહાસતી રૂપે દમયંતીની કથા અતિ પ્રસિદ્ધ છે. તેણી વિદર્ભ નરેશ ભીમરાજાની પુત્રી હતી. તેના