________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
૧૨૬
આવે છે.
(* નિશીથ-વ્યવહાર અને બૃહત્કલ્પના ભાષ્યમાં, આવશ્યક વૃત્તિ, ચૂર્ણિમાં, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન અને નંદીસૂત્રમાં પણ આ કથા મળે છે.) (૪૬) પ્રભવસ્વામી :
જંબૂકુમાર તેની નવપરિણીત આઠ પત્નીને પ્રતિબોધ કરતા હતા. ત્યારે ચોરી કરવા આવેલ પ્રભવચોર પણ પ્રતિબોધ પામેલો. તેણે ૫૦૦ ચોર સહિત દીક્ષા લીધી. તેઓ જંબુસ્વામીની પાટે આવ્યા. પોતાની પાટે તેમણે શય્યભવ સ્વામીની સ્થાપના કરેલી હતી.
(આગમોમાં નિશીથભાષ્ય, દશવૈકાલિક વૃત્તિ-ચૂર્ણિ, નંદી આદિમાં છે) (૪૭) વિષ્ણુકુમાર :
(કાલકાચાર્યની જેમ જૈનાચાર્ય પણ હિંસા કરે, તેનું આ દૃષ્ટાંત છે. આગમોમાં આચારાંગ ચૂર્ણિ, બૃહત્કલ્પ તથા વ્યવહાર ભાષ્યમાં આ કથા છે.) પદ્મોત્તર રાજાના પુત્ર એવા વિષ્ણુકુમારે મુનિસુવ્રત આચાર્ય પાસે દીક્ષા લીધી. તપ પ્રભાવે અપૂર્વ લબ્ધિધર થયા. કોઈ વખતે નમુચિ નામક પ્રધાને દ્વેષબુદ્ધિથી જૈન સાધુને રાજની હદ છોડી દેવા હુકમ કર્યો. ચક્રવર્તી રાજાની હદ તો છ ખંડમાં હોય, સાધુઓ જાય ક્યાં ? તેઓએ વિષ્ણુમુનિને બોલાવ્યા. તેમણે ફક્ત ત્રણ પગલા પૃથ્વી માંગી. પોતાનું શરીર યોજન પ્રમાણ વિકુર્તી નમુચિના ગળે પગ મૂકી મારી નાંખ્યો.
(૪૮) આર્દ્રકુમાર :
અનાર્ય દેશના આóક દેશનો રાજકુમાર આર્દ્રકુમાર હતો. અભયકુમારે તેને ધર્મબોધ પમાડવા જિનપ્રતિમા મોકલેલી. તે નિમિતે તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. આર્ય દેશમાં આવ્યા. સ્વયં બોધ પામી દીક્ષા લીધી. કેટલાક વર્ષના ચારિત્ર બાદ
પૂર્વભવે બાંધેલ ભોગાવલી કર્મ ઉદયમાં આવતા સંસારવાસ સ્વીકાર્યો. બાર વર્ષ સંસારમાં રહી પુનઃ દીક્ષા લીધી. હસ્તિતાપસ, અન્યધર્મી, ગોશાલક આદિ સાથે ઘણી ધર્મ ચર્ચા કરી. અનેક જીવોને પ્રતિબોધ પમાડી મોક્ષે ગયા. (તેઓ પ્રત્યેકબુદ્ધ પણ કહેવાય છે.)
(સૂયગડાંગ મૂળ-નિયુક્તિ-વૃત્તિ-ચૂર્ણિમાં તેમની કથા વિસ્તારથી છે.) (૪૯) દૃઢપ્રહારી :
દૃઢપ્રહારી ચોરનો સરદાર હતો. કોઈ વખતે કોઈ ગામમાં ધાડ પાળી ત્યારે એક બ્રાહ્મણ, ગાય, સગર્ભા સ્ત્રી અને તેના ગર્ભસ્થ બાળકની તેણે હત્યા કરી, પછી તેનું હૃદય દ્રવી જતાં વૈરાગ્ય પામી દીક્ષા લીધી. અભિગ્રહ કર્યો કે મને જ્યાં સુધી મારું પાપ યાદ કરાવે ત્યાં સુધી કાયોત્સર્ગમાં રહેવું. લોકો દ્વારા ઘણી જ તર્જના-તાડના કરાઈ, તે સમભાવે સહન કરી, ઘોરાકાર કાયકુલેશ સહન કર્યો. કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.
(* આગમમાં આ કથા આવશ્યક નિયુક્તિ ૯૫૨ની વૃત્તિ, ચૂર્ણિમાં છે.)