________________
ભરડેસર-સજ્ઝાય-વિવેચન
૧૨૫
( અહીં કથાનો અતિશય સંક્ષેપ રજૂ કર્યો છે. કેમકે ભગવતીજી સૂત્ર૫૮૭, ૫૮૮માં આ કથા વિસ્તારથી છે, તે જુદી રીતે છે. આવશ્યક નિર્યુક્તિ૭૭૫, ૭૭૬, ૧૨૮૪, ૧૨૮૫ની ચૂર્ણિ અને વૃત્તિમાં છે તેનું નિરૂપણ પણ જુદી રીતે થયેલ છે.)
(૪૧) મનક મુનિ :
શય્યભવ સૂરિના સંસારી પુત્ર હતા. તેણે શય્યભવ સૂરિ પાસે જ દીક્ષા લીધી. તેનું આયુષ્ય ઘણું અલ્પ જાણી, તેના કલ્યાણને માટે અને તે જીવ કંઈક પામીને જાય તેવી ભાવનાથી આચાર્ય ભગવંતે પૂર્વોમાંથી ઉદ્ધરણ કરીને દશવૈકાલિક સૂત્ર બનાવ્યું. મુનિ છ માસ ચારિત્ર પાળી સ્વર્ગે ગયા.
(મહાનિશીથ સૂત્ર અને દસવૈકાલિક નિર્યુક્તિમાં આ કથા છે.) (૪૨) કાલકાચાર્ય :
( આગમ કથાનુયોગમાં ચાર કાલકાચાર્યની કથા નોંધાઈ છે. તેમાંથી અહીં સરસ્વતી સાધ્વીના ભાઈ એવા કાલકાચાર્યનો કથા સંક્ષેપ રજૂ કરેલ છે. આગમમાં આ કથા નિશીથ, વ્યવહાર, બૃહતકલ્પ ભાષ્યોમાં છે.).
મગધના રાજા વજસિંહના પુત્ર કાલકે અને બહેન સરસ્વતીએ દીક્ષા ગ્રહણ કરી, કાળક્રમે તેઓ આચાર્ય થયા ઉજ્જૈની પધાર્યા ત્યારે તેના બહેન સાધ્વી સરસ્વતીના સ્વરૂપવાનપણાથી આકર્ષિત થઈને ત્યાંનો ગર્દભિલ્લ નામક રાજા તેને ઉપાડી ગયેલ હતો. જ્યારે રાજા સમજાવટથી માન્યો નહીં ત્યારે ૯૬ શકરાજાને બોધ પમાડી ગર્દભિલ્લ પર આચાર્ય કાલકે ચડાઈ કરી, ગર્દભિલ્લને મારી નાંખ્યો અને સરસ્વતી સાધ્વીને છોડાવ્યા.
(૪૩-૪૪) શાંબ અને પદ્યુમ્નકુમાર :
શાંબકુમાર અને પ્રદ્યુમ્નકુમાર બંનેની કથા તો ઘણી વિસ્તારથી આપેલ છે. અહીં તેનો અત્યંત સંક્ષેપ રજૂ કર્યો છે. કૃષ્ણ વાસુદેવની અનેક રાણીઓમાં એક રૂકિમણી હતી, પ્રદ્યુમ્ન તેનો પુત્ર હતો. એક જાંબુવતી હતી, શાંબ તેનો પુત્ર હતો. બંને પુત્રો વીર અને પરાક્રમી હતા. તે બંનેના અનેક તોફાન-ક્રીડાના વર્ણન આવે છે. પણ છેવટે તે બંનેએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી, શત્રુંજય પર્વતે મોક્ષે ગયા.
(મુખ્યત્વે આ બંનેની કથા અંતકૃત કેવલિ રૂપે અંતગડદસામાં તો છે જ. તે ઉપરાંત ઠાણાંગ, નાયાધમ્મકહા, આવશ્યક આદિ અનેક આગમોમાં છે.)
(૪૫) મૂળદેવ :
ઉજ્જૈનીમાં રાજકૂળમાં જન્મેલો, રાજલક્ષણોથી સંપૂર્ણ મૂલદેવ નામે એક ધૂતકાર હતો. દેવદત્તા સાથે સાચા નેહથી વિષયસુખ ભોગવતો હતો. અચલ સાર્થવાહે તે ગણિકા ભાડે રાખતા, મૂલદેવે અપમાનીત થઈને નગર છોડવું પડ્યું. પણ ત્રણ દિવસનો ભૂખ્યો હોવા છતાં મુનિને દાન કરવાથી, દાનના પ્રભાવે રાજા થયો. તેની ઔત્પતિકી બુદ્ધિ આદિ વિશેષ ગુણોની વાત પણ તેની વિસ્તૃત કથામાં