________________
૧ ૨૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
( આગમમાં આ કથા જોવા મળેલ નથી.) (૩૭) આર્યમહાગિરિ :
આર્ય સ્થૂલભદ્રના શિષ્ય હતા. તેમને પણ સ્થવિર ઉત્તર, સ્થવિર બલિસ્સવ વગેરે આઠ શિષ્યો થયા. જિનકલ્પનો વિચ્છેદ થયો હોવા છતાં આર્ય મહાગિરિએ જિનકલ્પની તુલના કરી હતી. ગચ્છથી અપ્રતિબદ્ધ થઈ વિચરતા હતા. છેલ્લે તેમણે ભક્ત પ્રત્યાખ્યાન કરેલું. કાળધર્મ પામીને દેવલોકે ગયા હતા.
(સ્થાનાંગ, નિશીથભાષ્ય અને ચૂર્ણિ, બૃહત્કલ્પ ભાષ્ય અને વૃત્તિ, આવશ્યક નિર્યુક્તિ-ભાગ્ય-ચૂર્ણિ, ઉત્તરાધ્યયન આદિ આગમોમાં ઉલ્લેખ છે.)
(૩૮) આર્યસુહસ્તિ :
આર્ય સ્થૂલભદ્રના શિષ્ય હતા. આર્ય મહાગિરિએ ગચ્છનો ભાર તેમને સોપેલ હતો. આ આર્યસુહસ્તિસૂરિને રોહણ, ભદ્રયશ આદિ બાર શિષ્યો થયેલા. આર્ય સુહસ્તિની કથા જે કારણે જૈનશાસનમાં ખૂબ પ્રસિદ્ધિ પામી તેવી કેટલીક ઘટના આ પ્રમાણે છે – (૧) વસુભૂતિ શ્રેષ્ઠીને સપરિવાર શ્રાવકધર્મમાં સ્થાપવા, (૨) અવંતિ સુકુમાલની દીક્ષા અને કાળધર્મ, (૩) કોઈ ઢમકની દીક્ષા (૪) સંપતિ રાજાને શ્રાવકવ્રતનું દાન (૫) આર્ય મહાગિરિએ માંડલી વ્યવહાર બંધ કરતા કરેલી ક્ષમાયાચના. છેલ્લે અનેક જીવોને પ્રતિબોધ કરી સુહસ્તિ સૂરિ સ્વર્ગે ગયા.
(આગમોમાં ઠાણાંગ-વૃત્તિ, નિશીથ ભાષ્ય ચૂર્ણિ, બૃહત્કલ્પ ભાષ્ય વૃત્તિ, આવશ્યક નિર્યુક્તિ, નંદીસૂત્ર આદિમાં આ કથા વિસ્તારથી છે.)
(૩૯) આર્ય રક્ષિતસૂરિ :
આર્યરક્ષિત બ્રાહ્મણ હતા. સોમદેવ અને રૂદ્રસોમાના પુત્ર હતા. તે ચાર વેદ અને ચૌદવિદ્યાનો પારગામી થઈ, નગર પાછો ફરતો હતો ત્યારે રાજાએ ભવ્ય સ્વાગત કર્યું. જૈનધર્મી માતા ખુદા ન થઈ. તેણીએ કહ્યું, “દૃષ્ટિવાદ' ભણીને આવે તો હું ખુશ થઈશ. તોસલિપુત્ર આચાર્ય પાસે જઈ દીક્ષા લીધી. તેમની પાસે જેટલો દૃષ્ટિવાદ હતો તે ભણી લીધો. પછી વજસ્વામી પાસે નવપૂર્વનો અભ્યાસ કર્યો. માતા, પિતા, ભાઈ આદિ પરિવારને બોધ પમાડી દીક્ષા આપી. પોતે શ્રુતજ્ઞાનને દ્રવ્ય, ગણિત, ચરણકરણ, ધર્મકથા ચાર અનુયોગમાં વિભાજિત કર્યું. ઇત્યાદિ. તેમની કથા ઘણી વિસ્તારથી છે.
| (આ કથા આવશ્યક નિર્યુક્તિ ૭૭૫ થી ૭૭૭ની ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિમાં ઘણાં વિસ્તારથી છે. નિશીથ ભાષ્ય, વ્યવહારભાષ્ય, ઉત્તરાધ્યયન, આચારાંગ ચૂર્ણિ, સૂયગડાંગ ચૂર્ણિ, ઠાણાંગ આદિ આગમોમાં પણ છે.)
(૪૦) ઉદાયન રાજર્ષિ :
વીતીભય નગરના રાજા હતા. તેમણે નિમિત્ત પ્રાપ્ત થતા દીક્ષા ગ્રહણ કરી. તેઓ અંતિમ રાજર્ષિ થયા. તેમને પોતાના નગરમાં જ રાજ ખટપટથી ગૌચરીમાં દહીં સાથે ઝેર અપાયું હતું. પણ અંત સમયે સમભાવે તે વેદના સહન કરી, અનશન કર્યું. કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.