________________
ભરડેસર-સજ્ઝાય-વિવેચન
૧૨ ૩
(૩૪) ઇલાચી પુત્ર :
ઇલાવર્ધનના ઇભ્ય શ્રેષ્ઠીના પુત્ર હતા. આ ઇલાચીકુમાર યુવા વયે પૂર્વભવની પત્ની કે જે આ ભવે નટપુત્રીરૂપે જન્મેલી, તે નટડીના મોહમાં પડ્યા. તેને પરણવા માટે નટની શરત મુજબ ઇલાચી નટ બન્યો. નટની કળાની અદ્ભુત સાધના કરી. રાજાને રીઝવી ધન પ્રાપ્ત કરવા અને તે ધનથી નટડી પરણવા માટે બેન્નાતટ નગરે ગયા. ત્યાં વાંસ અને દોરડા પર ચડી અદ્ભુત નૃત્યકળા દેખાડવા લાગ્યો. નટડીમાં મોહિત થયેલો રાજા રીઝયો નહીં. તેવામાં દૂર કોઈ મુનિને જોયા. એક રૂપવતી સ્ત્રી તેમને સુંદર મોદકની ભિક્ષા ગ્રહણ કરવા વિનવતી હતી. મુનિ ન તો ઊંચી નજર કરતા હતા - ન તો મોદક પ્રતિ લક્ષ્યવાળા હતા. તે જોઈને તેમને વૈરાગ્ય ભાવ થયો. ત્યાંજ શુક્લધ્યાનની ધારાએ ચડી ઇલાચી કેવળજ્ઞાન પામ્યા. નટકન્યા, રાણી, રાજા પણ કેવળજ્ઞાન પામ્યા. સૌ મોક્ષે ગયા.
(આ કથા આગમમાં આવશ્યક નિર્યુક્તિ-૮૪૬, ૮૬૫, ૮૭૮ તથા તેની વૃત્તિ અને શૂર્ણિમાં છે, તેમજ સૂયગડાંગ, મરણ સમાધિમાં પણ છે.)
(૩૫) ચિલાતી પુત્ર :- .
ચિલાતપિત્ર પૂર્વભવે બ્રાહ્મણ હતો, દીક્ષા લીધી, જાતિપણાના મદથી સાધુપણા તરફ દુગંછાભાવ રહ્યો. પરિવારજનોને પ્રતિબોધ કરી દીક્ષા આપી. પણ તેની પત્ની શ્રીમતીએ સજ્જડ નેહાનુરાગથી યજ્ઞદત્તને દીક્ષા છોડાવવા કાર્પણ કર્યું, પણ તે દોષથી યજ્ઞદત્ત મૃત્યુ પામ્યો. બંને દેવલોકે ગયા. ત્યાંથી યજ્ઞદત્ત ચ્યવીને ચિલાતિદાસીનો પુત્ર થયો. શ્રીમતી ધન્ય સાર્થવાહના પાંચ પુત્ર પછી પુત્રીરૂપે જન્મી. તેનું સુષમાં નામ રખાયું.
ચિલાતિપુત્રના દુષ્કૃત્ય જાણી તેને કાઢી મૂકાયો. જંગલમાં ચોરોનો સરદાર બન્યો. કોઈ વખતે ધન્યશેઠને ત્યાં ધાડ પાડી. ચિલાતિપુત્રે સુષમાને ઉપાડી તેના સાથી ચોરોએ બીજી માલમતા લુંટી. કોલાહલ થતાં ધજશેઠ તેના પુત્રો અને રાજના સિપાહી બધાં પાછળ પડ્યા. છેલ્લે ચિલાતી પાસે કોઈ રસ્તો ન બચતા તેણે સુષમાનું મસ્તક કાપીને ધડને ફેંકી દીધું. પછી
(૧) નાયાધમ્મકહા મુજબ તે ભુખ-તરસથી પીડાઈ મૃત્યુ પામ્યો.
(૨) આવશ્યક નિર્યુક્તિ-૮૭૧ થી ૮૭૬ મુજબ મુનિને જોયા. મુનિએ તેને ઉપશમ-વિવેક-સંવર ત્રણ પદો આપ્યો. ચિલાતી કાયોત્સર્ગ સ્થિર રહ્યો. કીડીઓએ તેનું શરીર ચાલણી જેવું કરી દીધું. અઢી દિવસ આ દુઃસહા વેદનાને સહન કરી, મૃત્યુ પામી દેવલોકે ગયા.
(૩૬) યુગબાહુ મુનિ :
પાટલીપુત્ર નગરના વિક્રમબાહુ નામે રાજા હતો. તેને મદનરેખા નામે રાણી હતી. મોટી વયે તેમને યુગબાહુ નામે પુત્ર થયો. તેણે અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરેલી. અનંગસુંદરી સાથે તેના વિવાહ થયા. પછી જ્ઞાનપંચમીનું વિધિસર આરાધન કરી દીક્ષા લીધી, ઉગ્ર તપ કર્યો, કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.