________________
૧૨૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ બાલ્યવયમાં વૈરાગ્યવંત થયા. કૃષ્ણ વાસુદેવે જ્યારે સોમિલ બ્રાહ્મણની કન્યા સોમાં સાથે વિવાહ કરવાનું નક્કી કર્યું, ત્યારે ગજસુકુમાલે તો ભગવંત અરિષ્ટનેમિ પાસે દીક્ષા ગ્રહણ કરી. ભગવંતની અનુજ્ઞા પામી તે જ સંધ્યાએ ૨મશાનમાં કાયોત્સર્ગ ધ્યાને ઉભા રહી ગયા. તે વખતે ત્યાંથી સોમિલ બ્રાહ્મણ પસાર થયો. મુનિવેશધારી ગજસુકમાલને જોઈને તેને સખત દ્વેષ થયો. પોતાની પુત્રીનો ભવ બગાડવા બદલ ગજસુકુમાલને યોગ્ય શિક્ષા કરવાનું વિચાર્યું. મશાનની ભીની માટીની પાળ ગજસુકમાલના મસ્તકે બાંધી, તેમાં ધગધગતા અંગારા ભર્યા. ગજસુકુમાલનું મસ્તક સળગવા-ફાટવા લાગ્યું. તેમણે આ પ્રગાઢ, કર્કશ વેદના સમભાવે સહન કરી. દૃઢ ભાવથી શુભધ્યાનમાં રહી અંતકૃત્ કેવલી થઈ મોક્ષે ગયા.
(આ કથા આગમમાં આવશ્યકનિર્યુક્તિ-૭૨૪ની વૃત્તિ અને ચૂર્ણિ ઠાણાંગ, અંતગડદસા, બૃહકલ્પભાષ્ય, વ્યવહારભાષ્ય, મરણસમાધિ અને આચારાંગવૃત્તિમાં જોવા મળે છે.)
(૩૨) અવંતિસુકુમાલ :
ભદ્ર શ્રેષ્ઠી અને ભદ્રા માતાના પુત્રનું નામ અવંતિસુકુમાલ હતું. તેઓ ઉજ્જૈનીના રહીશ હતા. યુવા વયે તેમને બત્રીશ રૂપવતી શ્રેષ્ઠી કન્યા સાથે લગ્ન કરાયા હતા. કોઈ વખતે આર્યસુહસ્તિસૂરિ તેમને ત્યાં વસતિની યાચના કરી રહેલા. રાત્રિના પહેલા પ્રહરે “નલિની ગુલ્મ' અધ્યયન કરતા હતા. પત્નીઓ સાથે શયનગૃહમાં રહેલા અવંતિસુકુમાલે આ અધ્યયનને સાંભળતા જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેના શ્રવણથી નલિની ગુલ્મ વિમાનેથી પોતે આવ્યા હોવાનું સ્મરણ થયું. દીક્ષાની ઇચ્છા થઈ, માતા અને પત્નીની અનુમતિ ન મળતા સ્વયં પંચમુષ્ટિક લોચ કરી દીક્ષિત થયા. ગુરુમહારાજે વેશ સમર્પિત કર્યો. શ્મશાન ભૂમિમાં કાયોત્સર્ગ રહ્યા. ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. શિયાણી અને તેના બચ્ચાએ અવંતિસુકમાલ ત્રણ પ્રહર સુધી ખાધા કર્યા. તે વખતે મેરુની જેમ નિશ્ચલ રહી તે વેદના સહન કરી પુનઃ નલિનીગુલ્મ વિમાને દેવ થયા.
(આ કથા આગામોમાં આવશ્યક નિર્યુક્તિ-૧૨૮૩ની વૃત્તિ-પૂર્ણિમાં છે, તેમજ આચારાંગ, ભક્તપરિજ્ઞા, સંસ્મારક, મરણસમાધિ, નિશીથ ભાષ્ય-ચૂર્ણિ, વ્યવહારભાષ્ય, જિનકલ્પભાષ્યમાં પણ છે.)
(૩૩) ધન્યકુમાર :
(ધન્ય નામે અણગારની કથા પ્રસિદ્ધ છે. તે સિવાય પણ પાંચેક બીજા ધન્યની કથા આગમોમાં મળે છે. તેમાંથી અહીં શાલીભદ્રના બનેવી એવા ધન્યકુમારની કથાનો અતિ સંક્ષેપ ચિતાર રજૂ કરાયો છે.
મહર્તિક તપસ્વી એવા ધન્યમુનિએ શાલીભદ્ર સાથે વૈભારગિરિ સમીપે બે શિલાઓને સંથારા રૂપ ગણી પાદપોપગમન નામક અનશન સ્વીકાર્યું. પોતાની કાયાને સર્વથા વોસિરાવી એક માસ આરાધના કરી અનુત્તર વિમાને દેવ થયા.
(આ કથા ઠાણાંગસૂત્ર-૮૯૮ની વૃત્તિ અને મરણસમાધિમાં છે.)