________________
ભરડેસર-સજ્ઝાય-વિવેચન
૧૨૧
મનથી લડવાનું શરૂ કર્યું. તે વખતે રૌદ્ર પરિણામથી સાતમી નરકે જાય તેવા કર્મો સંચિત થવા લાગ્યા. થોડી વારે વિચારધારા બદલાઈ પુનઃ સાધુપણામાં સ્થિર થયા. શુક્લધ્યાનથી સર્વ કર્મક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા.
(આ કથા આગમમાં આવશ્યક નિર્યુક્તિ-૧૧પ૧ની ચૂર્ણિ અને વૃત્તિમાં ઘણાં વિસ્તારથી છે, નિશીથભાષ્ય ૫૪૨૪ની ચૂર્ણિ, સ્થાનાંગ સૂત્ર-૬૧ ની વૃત્તિ અને આચારાંગ ચૂર્ણિમાં પણ છે.)
(૨૮) યશોભદ્રસૂરિ :
આચાર્ય શય્યભવસૂરિના શિષ્ય અને ભદ્રબાહુ સ્વામીના ગુરુ એવા આચાર્ય યશોભદ્રસૂરિ થયા તેમને આર્ય સંભૂતિ વિજય જેવા બીજા પણ એક પ્રભાવક શિષ્ય થયા હતા.
(દશવૈકાલિક નિર્યુક્તિ-૩૭ર તથા નંદીસૂત્ર-૨૪માં તેમનો ઉલ્લેખ છે.) (૨૯) જંબૂસ્વામી :
રાજગૃહ નગરના ઋષભદત્ત શેઠ અને ધારિણીના પુત્ર એવા આ જંબુકુમારે સુધર્માસ્વામીની દેશનાથી પ્રતિબોધ પામી શીલવ્રત અને સમ્યક્ત્વ અંગીકાર કરેલા માતા-પિતાએ દઢ આગ્રહ કરી આઠ રૂપવંતી અને સંપત્તિવાનું કન્યાઓ સાથે તેમના વિવાહ કરાવ્યા. રાત્રિએ શયનગૃહમાં આઠે સ્ત્રીઓએ પોતાની વિલાસયુક્ત વાણીથી જંબુકુમારને મોહિત કરવા પ્રયત્ન કર્યા, પણ જંબુમારે તેમને વૈરાગ્યનો બોધ આપી બધી સ્ત્રીઓને વૈરાગ્ય માર્ગે વાળી. ચોરી કરવા આવેલ પ૦૦ ચોરો સહિત પ્રભવ ચોર પણ બોધ પામ્યો. માતા-પિતા સહિત બધી કન્યા, જંબુમાર અને ૫૦૦ ચોરોએ દીક્ષા લીધી. સુધર્માસ્વામીની પાટે આવ્યા. જંબુસ્વામી છેલ્લા કેવલી આ ભરતક્ષેત્રમાં થયા, પછી મોક્ષ માર્ગ બંધ થયો.
(ઘણાં આગમોમાં તેમજ કલ્પસૂત્ર વૃત્તિમાં આ કથા છે.) (૩૦) વંકચૂલ-રાજકુમાર :
વિરાટ દેશનો એક રાજકુમાર હતો. તેને નાનપણથી જુગાર, ચોરી વગેરે મહાવ્યસનો લાગુ પડ્યાં. રાજાએ તેને દેશવટો આપી દીધો. તે પોતાની પત્ની તથા બહેન સાથે જંગલમાં રહેવા ચાલ્યો ગયો. ત્યાં તે પલ્લીનો સ્વામી બન્યો. તેની પલ્લીમાં કોઈ સાધુ ભગવંતોએ સ્થિતિવશ ચાતુર્માસ કર્યું. ત્યારે ચાતુર્માસ પૂર્ણ થયા પછી આચાર્યશ્રીએ તેને ચાર નિયમો આપ્યા – (૧) અજાણ્યા ફળ ખાવા નહીં, (૨) પ્રહાર કરતાં પહેલાં સાત ડગલાં પાછા ખસવું, (૩) રાજાની પટ્ટરાણી સાથે સાંસારિક ભોગ ન ભોગવવા અને (૪) કાગડાનું માંસ ખાવું નહીં. વંકચૂલે દૃઢતાપૂર્વક આ નિયમોનું પાલન કર્યું. મરીને તે બારમો દેવલોકે ગયો.
(અમારી જાણ મુજબ આગમમાં આ કથા મળી નથી.) (૩૧) ગજસુકુમાલ :
ગજસુકુમાલ નામે બે શ્રમણ આગમોમાં નોંધાયા છે. તેમાંના એક ગજસુકુમાલ તે કૃષ્ણ વાસુદેવના નાના ભાઈ અને દેવકીના આઠમાં પુત્ર.