________________
૧૨૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ કર્યું, કાળધર્મ પામી સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થયા.
(આ કથા આગમોમાં આચારાંગ સૂત્ર-૧૪૪ની વૃત્તિ અને ચૂર્ણિમાં, આવશ્યક ચૂર્ણિમાં તથા ઠાણાંગ સૂત્ર-૯૭૪ની વૃત્તિ, બૃહતુકલ્પ ભાષ્ય-૪ર૧૯, ૪૨ ૨૩, મરણ સમાધિ ૪૪૫ થી ૪૪૮ આદિ આગમોમાં છે.)
(૨૫) ભદ્રબાહુ સ્વામી :
જૈન શાસનમાં અત્યંત પ્રસિદ્ધ અને ગૌરવપ્રદ એવા આ ભદ્રબાહસ્વામી, આર્ય યશોભદ્રના શિષ્ય હતા. સૂત્ર અને અર્થથી પણ ચૌદ પૂર્વના જ્ઞાતા હતા. તેમણે આવશ્યક આદિ દશ સૂત્રોની નિર્યુક્તિ રચેલી છે, દશાશ્રુત સ્કંધ-બૃહકલ્પવ્યવહાર એ ત્રણ આગમ સૂત્રોના રચયિતા છે. વર્તમાનમાં વંચાતુ કલ્પસૂત્ર એ તેમની જ રચના છે. જ્યોતિષ વિદ્યાના પ્રકાંડ જ્ઞાની હતા. ઉવસગ્ગહર સ્તોત્ર રચના થકી તેમની મંત્રશક્તિનો પરીચય મળે છે. સ્થૂલભદ્ર એ પૂર્વોનું જ્ઞાન તેમની પાસેથી પ્રાપ્ત કરેલું.
(નિશીથ ભાષ્ય ચૂર્ણિ આદિ અનેક આગમોમાં તેમનો ઉલ્લેખ છે.) (૨૬) દશાર્ણભદ્ર રાજર્ષિ :
દશાર્ણપુરનો દશાર્ણભદ્ર નામે રાજા હતો. તેણે કોઈ પુરુષને વિપુલ આજીવિકા આપીને ભગવંત મહાવીરના વિચરણ સમાચાર જણાવવા નિયુક્ત કરેલ. તે ભગવંતના રોજેરોજના વિહારાદિનું નિવેદન કરતો હતો. એક વખત ભગવંત મહાવીરના દશાર્ણપુરનગરે આગમનના સમાચાર મળ્યા. દશાર્ણભદ્રએ વિચાર્યું કે હું ભગવંતનું એવું સામૈયુ કરું કે આજ પર્યન્ત કોઈએ ભગવંતનું આવું
ઋદ્ધિ અને ઠાઠ-માઠપૂર્વક સામૈયુ કરેલ ન હોય. તેણે અભૂતપૂર્વ ઋદ્ધિથી ભગવંતનું સામૈયું કર્યું, પણ તે વખતે તેના મનમાં અભિમાન થયું કે, મેં કર્યો એવો પ્રવેશ મહોત્સવ આજ પર્યન્ત કોઈએ કર્યો નહીં હોય. ઇન્દ્રને તે વખતે જ વિચાર આવ્યો કે રાજાએ પ્રવેશ મહોત્સવ તો સારો કર્યો, પણ આ અભિમાન તેને બાધક બને છે. ઇન્દ્રએ તેનું માન ઉતારવા જે સમૃદ્ધિ વિક્ર્વી તેની તોલે દશાર્ણભદ્રની ઋદ્ધિ તો તૃણમાત્ર ગણાય. તેનાથી દશાર્ણભદ્ર રાજાનું માન ખંડન થયું. ત્યારે તેણે અંતરની ઋદ્ધિ વિકજ્વ, સંયમ અંગીકાર કર્યો.
(આ કથા આવશ્યક નિર્યુક્તિ-૮૪૬, ૮૪૭ની ચૂર્ણિ અને વૃત્તિમાં છે. ઉત્તરાધ્યયન સૂત્ર-૬૦૩ની વૃત્તિ અને મહાનિશીથ સૂત્ર-પરરમાં પણ છે.)
(૨૭) પ્રસન્નચંદ્ર રાજર્ષિ :
સોમચંદ્ર રાજા અને ધારિણી રાણીના પુત્ર પ્રસન્નચંદ્ર હતા. તેઓએ પ્રસન્નચંદ્રને રાજગાદી સોંપી અને રાજા-રાણીએ તાપસધર્મ સ્વીકાર્યો. ત્યારપછી નિમિત્ત મળતા પ્રસન્નચંદ્ર પણ દીક્ષા લીધી. પોતાના બાળકુંવરને રાજગાદી સોંપી. તેઓ કોઈ વખતે રાજગૃહી નગરીમાં કાયોત્સર્ગ કરી રહ્યા હતા. તે વખતે તેના કાને એવી વાત પડી કે, શત્રુઓએ નગરને ઘેરો ગાલ્યો છે. બાળક રાજાને મારીને રાજ્ય લઈ લેશે. પોતાના બાળપુત્રનો મોહ ઉત્પન્ન થતાં ત્યાં કાયોત્સર્ગમાં ઉભા ઉભા જ