________________
ભરડેસર-સજ્ઝાય-વિવેચન
૧૧૯
અકસ્માત મૃત્યુ થયું. નમસ્કારમંત્ર પ્રભાવે તે સુભગ એ જ શ્રેષ્ઠીને ત્યાં પુત્રરુપે જમ્યો. તેનું સુદર્શન નામ રાખ્યું. યુવાન “સુદર્શન" શ્રેષ્ઠીપુત્ર વ્રતધારી શ્રાવક બન્યો. તે અષ્ટમી, ચતુર્દશીએ પૌષધોપવાસ કરતો હતો. તેની પત્ની પણ ધર્મપરાયણા શ્રાવિકા હતી. નગરની રાણી અભયા સુદર્શનથી ઘણી મોહિત થયેલ. તેણીએ સુદર્શનને ભોગ માટે ઘણી જ પ્રાર્થના કરેલી. પણ સ્વદારા સંતોષ વ્રતધારી તે અભયારાણી પ્રત્યે આકર્ષિત ન થયો.
કોઈ વખતે પૌષધપ્રતિમા અંગીકાર કરી કાયોત્સર્ગ ધ્યાને સ્થિર અને કાયાના મમત્વના ત્યાગી સુદર્શનને અભયારાણીએ દાસી દ્વારા મહેલમાં ઉપાડી લાવી ભોગ માટે ઘણી પ્રાર્થના કરી, પણ સુદર્શન જ્યારે ચલિત ન થયો, ત્યારે દ્વેષથી કોલાહલ મચાવ્યો. રાજાએ તેના વધ માટેની આજ્ઞા આપી. પણ શીલના પ્રભાવથી શૂળીનું સિંહાસન થઈ ગયું. તેનું આ અચિંત્ય માહાસ્ય જાણી રાજાએ તેનો ઘણો જ સત્કાર કર્યો.
(આગમ સિવાયના ગ્રંથોમાં જણાવે છે કે પછી સુદર્શને દીક્ષા લીધી.) (૨૨-૨૩) શાલ અને મહાશાલ :
શાલ અને મહાશાલ બંને ભાઈઓ હતા. યશોમતિ તેમની બહેન હતી અને ગાગલી નામે ભાણેજ હતો. બંને ભાઈઓએ ભગવંતની દેશના સાંભળી, વૈિરાગ્યવાસિત થઈ ભાણેજ ગાગલીને રાજ્ય સોંપી દીક્ષા લીધી. બંને ભાઈઓ અગિયાર અંગશાસ્ત્રો ભણ્યા. જ્યારે ગૌતમસ્વામી સાથે તેઓ ભગવંતની અનુમતિથી પૃષ્ઠીચંપા ગયા ત્યારે બેન, બનેવી, ભાણેજ ત્રણેને દીક્ષા આપી. પાછા ફરતા શુભ અધ્યવસાયથી શાલ-મહાશાલ બંને મુનિ કેવળજ્ઞાન પામ્યા. અનુક્રમે મોક્ષે ગયા.
(આગમોમાં આ કથા આવશ્યક નિર્યુક્તિ-૭૬૪ની ચૂર્ણિ-વૃત્તિમાં છે, તેમજ ઉત્તરાધ્યયન નિર્યુક્તિ-૨૮૪ અને વૃત્તિમાં પણ છે.)
(૨૪) શાલિભદ્ર :
જૈનશાસનમાં આ અતિપ્રસિદ્ધ બનેલી કથા છે. પૂર્વભવમાં મુનિને આપેલા ખીરના દાનના પ્રભાવે રાજગૃહીના અત્યંત ધનિક શ્રેષ્ઠી ગોભદ્ર અને શેઠાણી ભદ્રાના પુત્રરૂપે જમ્યો. તેનું શાલિભદ્ર નામ રાખ્યું. યુવા વયે તેની સાથે ઉચ્ચ, કુલીન, રૂપવતી, શ્રીમંત એવી બત્રીશ કન્યાના લગ્ન કરવામાં આવ્યા. ગોભદ્રશેઠના સ્વર્ગગમન બાદ ગોભદ્રદેવ રોજેરોજ પોતાના પુત્ર તથા તેની બત્રીશ પત્ની માટે વસ્ત્ર-આભુષણ આદિની નવ્વાણું પેટીઓ મોકલતા હતા. કોઈ વખતે રત્નકંબલનું નિમિત્ત બનતા રાજા શ્રેણિક ભદ્રાશેઠાણીને ત્યાં દિવ્ય ઋદ્ધિ જોવા આવ્યા. ત્યારે શાલીભદ્રને ખબર પડી કે તેના માથે સ્વામી એવો રાજા છે. એમ જાણી વૈરાગ્ય ઉત્પન્ન થતાં ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી, ઉગ્ર તપ કરતા વિચરણ કરવા લાગ્યા. માસક્ષમણના પારણે સગી માતાએ ન ઓળખ્યા અને પૂર્વભવની માતાએ પારણું કરાવ્યું. ત્યારે સંસારની અસારતાની ભાવના વધારે સ્પર્શી જતા અનશન