________________
૧૦૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ પઉમાવઈ - પદ્માવતી
અંજણા - અંજના સુંદરી સિરિદેવી - શ્રી દેવી
જિટુઠ - જ્યેષ્ઠા સુજિઠ - સુયેષ્ઠા
મિગાવઇ - મૃગાવતી પભાવઈ - પ્રભાવતી
ચિલ્લણાદેવી - ચલણા રાણી (* જ્યેષ્ઠાથી ચેલણા સુધીની પાંચે ચેડારાજાની પુત્રીઓ જાણવી) બંભી - બ્રાહ્મી
સુંદરી - સુંદરી પ્પિણી - રૂકિમણી
રેવઈ - રેવતી શ્રાવિકા કુંતિ - કુંતિ-પાંડવ માતા સિવા - શિવા-ચેડારાજાની પુત્રી જયંતી - જયંતિ શ્રાવિકા
દેવ - દેવકી-કૃષ્ણની માતા દોવાઇ - દ્રૌપદી-પાંડવ પત્ની ધારણી - ધારિણી-ચેડા રાજાની પુત્રી કલાવઈ - કલાવતી સતી પુફચૂલા - પુષ્પચૂલા આર્યા પઉમાવઈ - પદ્માવતી
અ ગોરી - અને ગૌરી ગંધારી - ગાંધારી
લકુખમણા - લક્ષ્મણા સુસીમા ય - અને સુશીમા જંબૂવઈ - જાંબુવતી સચ્ચભામાં - સત્યભામાં
પ્પિણી - રૂકિમણી કહઠમહિસીઓ - પદ્માવતી આદિ આઠે કૃષ્ણની પટ્ટરાણીઓ છે જમુખા - યક્ષા સાધ્વી
જકુખદિત્રા - યક્ષદરા સાધ્વી ભૂઓ - ભૂતા સાધ્વી
તહ ચેવ - તથા - અને ભૂઅદિન્ના - ભૂતદત્તા સાધ્વી સેણા - સેના સાધ્વી વેણા - વેણા સાધ્વી
રેણા - રેણા સાધ્વી ભUણીઓ સ્થૂલભદ્રસ્સ - યક્ષા આદિ સાતે સ્થૂલભદ્રના બહેનો છે ઇચ્ચાઇ - ઇત્યાદિ, વગેરે મહાસઈઓ - મહાસતીઓ જયંતિ - જયવંતી વર્તે
અકલંક - કલંકરહિત સીલ કલિઆઓ - શીલગુણ વડે કરીને યુક્ત-સહિત (એવા) અક્કવિ - અદ્યાપિ, આજ પણ વજ્જઈ - વાગે છે જાસિં - જેમનો, જે સતીઓનો જસપડહો - જસનો ડંકો તિહાણે - ત્રણે ભુવનમાં સયલે - સકલ, સઘળા
1 વિવેચન :
આ સૂત્રને ભરફેસર સજ્ઝાય અથવા ભરપેરસર બાહુબલી સજ્ઝાય નામે ઓળખવામાં આવે છે. તે આ સૂત્રના આદ્ય પદ કે પદોથી ઓળખાય છે. જેમાં ભરફેસર અર્થાત્ ભરચક્રવર્તી - આદિના નામોનું સ્મરણ આ સજ્ઝાયમાં કરવામાં આવેલ છે.
સજ્ઝાય' શબ્દનો અર્થ સ્વાધ્યાય છે. સ્વ એટલે આત્મા અધ્યાય એટલે અધ્યયન. આત્માનું હિત થાય તેવું અધ્યયન.
શાસ્ત્રીય વ્યાખ્યા મુજબ તો વાચના, પૃચ્છના આદિ પાંચ પ્રકારનો જે