________________
૧૦૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ અજ્જ વિ વઈ જાસિં, જસ-પડતો તિહુઅણે સયલે. ૧૩ v સૂત્ર-અર્થ :
(૧) ભરતેશ્વર, બાહુબલી, અભયકુમાર, ઢંઢણકુમાર, શ્રીયક, અર્ણિકાપુત્ર, અતિમુક્ત અને નાગદત્ત...
(૨) મેતાર્ય, સ્થૂલભદ્ર, વજઋષિ, નંદિષેણ, સિંહગિરિ, કૃતપુણ્ય, સુકોસલ, પુંડરીક, કેશી અને કરકંડૂ..
(૩) હલ, વિહલ, સુદર્શન, શાલ, મહાશાલ, શાલિભદ્ર, ભદ્રભદ્રબાહુસ્વામી, દશાર્ણભદ્ર, પ્રસન્નચંદ્ર, યશોભદ્ર..
(૪) જંબુપ્રભ-જંબુસ્વામી, વંકચૂલ, ગજસુકુમાલ, અવંતિસુકુમાલ, ધન્ય, ઇલાચીપુત્ર, ચિલાતીપુત્ર, બાહુમુનિ...
(૫) આર્યગિરિ-આર્ય મહાગિરિ, આર્યરહિત, આર્યસુહસ્તી, ઉદાયન, મનક, કાલક-કાલકાચાર્ય, શાંબ, પ્રદ્યુમ્ન અને મૂલદેવ...
(૬) પ્રભવ-પ્રભવસ્વામી, વિષ્ણુકુમાર, આર્દ્રકુમાર, દૃઢપ્રહારી, શ્રેયાંસ, કૂરગડુ, શય્યભવ (સ્વામી) અને મેઘકુમાર...
(૭) આ (ત્રેપન) મહાપુરુષો આદિ (બીજા પણ મહાપુરુષો) અનેક ગુણોથી યુક્ત છે. જેઓનાં નામ લેવાથી પાપના બંધનો (પ્રબંધો) નાશ પામે છે, તે સુખને આપો.
(આ પ્રમાણે મહાપુરુષોના નામ સ્મરણ બાદ હવે મહાસતીના નામો સૂત્રકાર શ્રી જણાવે છે. તે આ પ્રમાણે...)
(૮) તુલસા, ચંદનબાળા, મનોરમા, મદનરેખા, દમયંતી, નર્મદાસુંદરી, સીતા, નંદા, ભદ્રા અને સુભદ્રા...
| (૯) રાજિમતી, ઋષિદત્તા, પદ્માવતી, અંજના, શ્રીદેવી, જ્યેષ્ઠા, સુજ્યેષ્ઠા, મૃગાવતી, પ્રભાવતી અને ચેલણાદેવી..
(૧૦) બ્રાહ્મી, સુંદરી, રુકિમણી, રેવતી, કુંતી, શિવા, જયંતી, દેવકી, દ્રૌપદી, ધારણી, કલાવતી અને પુષ્પચૂલા...
(૧૧) કૃષ્ણ (વાસુદેવ)ની આઠ પટ્ટરાણીઓ એવી - પદ્માવતી, ગૌરી, ગાંધારી, લક્ષ્મણા, સુસીમા, જાંબવતી, સત્યભામાં અને રૂકિમણી...
(૧૨) સ્થૂલભદ્રની સાત બહેનો એવી - યક્ષા, યક્ષદરા, ભૂતા, ભૂતદત્તા, સેણા, વેણા અને રેણા...
(૧૩) આ (સડતાલીશ) અને આવા બીજા નિષ્કલંક શીલને ધારણ કરનારા મહાસતીઓ જય પામે છે. જેમનો “યશપટલ' આજે પણ સમગ્ર ત્રણ ભુવનમાં વાગે છે.
| શબ્દજ્ઞાન :ભરફેસર - ભરત ચક્રવર્તી બાહુબલી - બાહુબલી અભયકુમારો - અભયકુમાર ઢઢણકુમાર - ઢંઢણકુમાર