________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
બીજી ગાથામાં શ્રી પાર્શ્વનાથ ભગવંત મનોવાંછિત ફળની સિદ્ધિ કરે - એવી જે હાર્દિક અભિલાષા વ્યક્ત કરાઈ તેમાં ભક્તિભાવની તો મુખ્યતા છે જ. તદુપરાંત આ ગાથામાં ભગવાનના બાહ્ય સ્વરૂપ દેહની ચિંતવના દ્વારા રૂપસ્થ ધ્યાનની વિચારણા પણ અંતર્ભૂત થયેલી છે.
૦ આ સૂત્ર વિશે બીજો પાઠ :
પ્રબોધ ટીકા કર્તાએ આ સૂત્રનો એક પાંચ ગાથાવાળો પાઠ પણ નોંધ્યો છે. જેની પહેલી ગાથા તો પ્રસ્તુત સૂત્રની પહેલી ગાથાને જ મળતી આવે છે. બીજી ગાથામાં અન્ય વિશેષણો છે, ત્રીજી ગાથામાં પ્રસ્તુત સૂત્રની બીજી ગાથાને મળતો આવતો જ પાઠ છે. ચોથી ગાથામાં અન્ય વિશેષણો છે, પાંચમી ગાથામાં સૂત્ર પઠનનું ફળ અને કર્તાનું નામ જણાવે છે. તેમાં કહ્યું છે કે–
“જેઓ આ સ્તુતિનું મન, વચન, કાયાથી ત્રિકાળ ધ્યાન કરે છે તેઓ ઘણી જ સંપત્તિને પ્રાપ્ત કરે છે.’’
૧૦૪
ભક્તિપૂર્વક ભદ્રબાહુ સ્વામીએ આ સ્તુતિની રચના કરી છે. (જો કે ભદ્રબાહુ સ્વામીની રચના હોવાનું પ્રમાણ બીજા કોઈએ આપ્યું હોવાનું અમારી જાણમાં નથી, પણ આ રચના પ્રાચીન હોય તેમ ચોક્કસ જણાય છે.)
આ સ્તુતિને અંતે એક મંત્ર આપેલ છે, જે કંઈક આવો કહી શકાય– “નમો જિણપાસ વિહર ધરણિંદ પદ્માવતી મંદિયં ચરણ; સુહ શુદ્ધિ બુદ્ધિ સંપઈ કુરુ કુરુ શ્રી પાસજિણ-ફૂડ સ્વાહા.'' = સૂત્ર-નોંધ :
-
આ સૂત્રની ભાષા અપભ્રંશ (પ્રાકૃત) છે.
આવશ્યકાદિ આગમોમાં તેનું કોઈ આધાર સ્થાન મળતું નથી. અન્ય કોઈ આધાર સ્થાન અમારી જાણમાં નથી.
આ બંને ગાથાના છંદ માટે પહેલી ગાથા
ગાથા ‘“અડિધય’’ હોવાની એક નોંધ જોવામાં આવેલી છે.
—
‘“પાકુલક'' અને બીજી
X-X