________________
ચઉક્કસાય-સૂત્ર-વિશેષકથન
૧૦૩
પારતી વેળાએ, (૫) ભોજન વાપર્યા પછી, (૬) સાંજના પ્રતિક્રમણના આરંભે, બીજા મતે નમોસ્તુ વર્ધમાનાય રૂપ અને (૭) સંથારા પોરિસિ ભણાવતી વખતે - એમ સાત ચૈત્યવંદનો સાધુ-સાધ્વી મહારાજોએ રોજ કરવાના હોય છે. જ્યારે શ્રાવકો માટે ત્રણ ભેદ કહ્યા સાત, પાંચ, ત્રણ. (૧) જે શ્રાવકો ઉભયકાળ પ્રતિક્રમણ કરે તેમને સાત ચૈત્યવંદન (૨) જે શ્રાવકો પ્રતિક્રમણ ન કરે તેને પાંચ ચૈત્યવંદન અને
(૩) જઘન્યથી શ્રાવકોએ ત્રણ સંધ્યા સમયે એક એક ચૈત્યવંદન કરવું. ૦ મહાનિશીથ સૂત્રની સાક્ષી આપીને પણ આ જ પ્રમાણે સાત વખત ચૈત્યવંદનની વિધિ સાધુઓ માટે અને શ્રાવકને પણ સાત-પાંચ કે ત્રણ ચૈત્યવંદનનું વિધાન જોવા મળે છે. જો કે શ્રાવક માટે જરા જુદી નોંધ પણ જોવા મળે છે. શ્રાવકોને સાત ચૈત્યવંદનમાં
-
(૧) સૂતી વેળાએ અને જાગતી વેળાએ - બે, (૨) ઉભયકાળના આવશ્યક-પ્રતિક્રમણમાં બે (૩) ત્રિકાળ પૂજા કરતી વખતે ત્રણ ચૈત્યવંદન.
સાધુ ભગવંત અને રાત્રિ પૌષધવ્રતધારી શ્રાવકોને તો સંથારાપોરિસિ વખતે સાતમું ચૈત્યવંદન રૂપે ‘ચઉક્કસાય’ આદિ વિધિ મુજબ કરવાના આવે જ છે. પણ શ્રાવકો સૂતી વખતે સાતમું ચૈત્યવંદન ભૂલી ન જાય તે માટે વર્તમાનકાળે દૈવસિક પ્રતિક્રમણના અંતે સામાયિક પારતી વખતે જ ગોઠવી દેવાયુ છે.
૦ ચઉક્કસાય સૂત્ર રહસ્ય :
આ સૂત્રમાં પાર્શ્વનાથ પરમાત્માની વિવિધ રીતે સ્તુતિ કરાઈ છે. જેમકે સર્વ પ્રથમ તેમને ‘કષાયવિજેતા' કહ્યા. કેમકે કષાયના વિજય પછી જ વીતરાગતા પ્રાપ્તિનો સંભવ છે. આત્માને મન્ન ગણીએ તો કષયો પ્રતિમલ છે. તેથી જેમ વાસુદેવ પ્રતિવાસુદેવને હરાવે - હણે પછી જ ત્રણ ખંડનું રાજ્ય ભોગવે છે, તેમ પરમાત્મા પણ કષાયરૂપી પ્રતિમાને હરાવી-હણીને જ ત્રણ ભુવનના અધિપતિ થાય છે. વળી કષાયની સાથે-સાથે નોકષાયો ઉપર પણ વિજય મેળવવો જરૂરી છે. આ નવ નોકષાયમાં ત્રણ વેદનો પણ સમાવેશ થાય છે. તેથી વેદ અર્થાત્ કામવાસના પર વિજય મેળવતા ભગવંતને માટે મદન-બાણભંજક' વિશેષણ વપરાયું છે.
આ બંને વિશેષણો દ્વારા મોહનીય કર્મને સર્વથા જીતવાની કે ક્ષય કરવાની વાતનો ઉલ્લેખ થયો છે. મોહનીયના ક્ષય પછી જ (સાથે સાથે) જ્ઞાનાવરણીય; દર્શનાવરણીય અને અંતરાયનો ક્ષય થાય છે, વીતરાગતા પ્રાપ્તિ થાય છે, આ વસ્તુનું સુતા પહેલા સ્મરણ કરવું જોઈએ. જેથી કરીને મોક્ષનું લક્ષ્ય જળવાઈ રહે છે. ત્યાર પછી પરમાત્માના દેહનું કિંચિત્ વર્ણન કરીને તેમનો ‘જય થાય' તેવી ભાવના કરાઈ છે. તેના દ્વારા મૂળ તો ‘અરિહંતપણા'નો જય થવાની ઇચ્છા વ્યક્ત થયેલ છે.
-