________________
૧૦૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ (૭) તેઓ નાગના મણિના કિરણોથી યુક્ત એવા શોભે છે. (૮) જે વીજળીથી યુક્ત નવા મેઘ હોય તેવા શોભી રહ્યા છે.
– આ રીતે જે પાર્શ્વનાથ ભગવંતને માટે “જય પામો' અને “અમારા મનોવાંછિતને પૂર્ણ કરો' એમ કહેવાયું તે પાર્શ્વનાથનું વર્ણન ત્રણ વિભાગોમાં કરાયુ છે તેમ કહી શકાય.
(૧) પાર્શ્વનાથ ભગવંતના દેહને આશ્રીને - જેમકે–
તેઓ વર્ણથી નીલવર્ણના છે, ચાલવામાં હાથી જેવી ગતિવાળા છે, શરીરની કાંતિનો સમૂહ મનોહર છે, તેમના મસ્તક પર નાગની ફણા છે તેમાં રહેલા મણિથી શોભી રહ્યા છે, ઇત્યાદિ.
(૨) પાર્શ્વનાથ ભગવંતના વિશિષ્ટ ગુણને આશ્રીને - જેમકે
તેઓએ કષાયોનો નાશ કર્યો છે અને કામને અર્થાત્ ઇન્દ્રિયોના વિષયોને સંપૂર્ણપણે જીતી લીધા છે.
(૩) પાર્શ્વનાથ ભગવંતના અતિશયને આશ્રીને - જેમકે તેઓ ત્રણ ભુવનના નાથ-સ્વામી છે. i વિશેષ કથન :
આ ‘ચઉક્કસાય સૂત્રનો ઉપયોગ દૈનિક ક્રિયામાં ક્યાં થાય છે ? તેનો વિચાર શ્રાવક અને શ્રમણને આશ્રીને કરવો ઘટે.
(૧) શ્રાવક-શ્રાવિકા માટે - તેઓને નિત્ય સંધ્યાકાલીન પ્રતિક્રમણ કરતી વખતે સામાયિક પારે ત્યારે ચૈત્યવંદનરૂપે ઇરિયાવહી કર્યા પછી બોલવામાં થતો હોય છે.
(૨) જો તે શ્રાવક-શ્રાવિકાએ રાત્રિ પૌષધ કર્યો હોય તો સાંજે તેમને પ્રતિક્રમણ કર્યા પછી સામાયિક પારવાની હોતી નથી. તેવા શ્રાવકોને આ સૂત્રનો ઉપયોગ શ્રમણ-શ્રમણી માફક “સંથારાપોરિસિમાં આવે છે.
| (૩) શ્રમણ અને શ્રમણીઓને રાત્રે પ્રથમ પ્રહરના અંતે સંથારા પોરિસિ ભણાવે ત્યારે ઇરિયાવહી કર્યા બાદ ચૈત્યવંદન અર્થે આ સૂત્ર બોલવામાં આવે છે. (પૌષધવ્રતધારીઓને પણ આ પ્રમાણે જ હોય છે.)
૦ આ સૂત્રને ચૈત્યવંદન રૂપે બોલવાનું કેમ કહ્યું ?
- આ સૂત્રનો ઉપયોગ છેલ્લા એટલે કે સાતમા ચૈત્યવંદન રૂપે થતો હોવાથી તેને “ચૈત્યવંદન રૂપ’ કહ્યું છે.
– સાત ચૈત્યવંદનો રોજ કરવાના હોય છે.
- આ વિષયમાં પ્રવચન સારોદ્ધારમાં કહ્યું છે કે, (જુઓ ચૈત્યવંદન કારની ગાથા-૮૯, ૯૦, ૯૧) સાધુઓ અહોરાત્રિમાં સાત વખત ચૈત્યવંદન કરે અને શ્રાવકો સાતવાર, પાંચવાર કે ત્રણવાર ચૈત્યવંદન કરે.
(૧) રાત્રિ પ્રતિક્રમણના આરંભે (૨) રાત્રિ પ્રતિક્રમણમાં ‘વિશાલ લોચન' સૂત્ર બોલે તે રૂપ, (૩) દેરાસરજીમાં કરાતુ, (૪) ભોજન કાળે - પચ્ચક્ખાણ