________________
૧૦૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ – મદન એટલે જેના વડે ઉન્મત્ત થવાય તે. ઉન્મત્ત તો મનુષ્ય દારુ, કેફી પદાર્થ આદિ ઘણાંથી થઈ શકે છે, પણ અહીં કામવાસના વડે ઉન્મત્ત થવાની વાત ગ્રહણ કરાઈ છે, તેથી કામવાસનાને જ મદન કહેવામાં આવે છે.
- મદન એટલે મન્મથ-કામનો માર, - બાણ એટલે બાણ, તીર. જેનાથી કામદેવની ચોંટ લાગે છે તે. – આ રીતે મન પર થતો કામવાસનાના હુમલો - તે મદન બાણ. ૦ મુસુમૂર - ભાંગી નાખનાર, તોડી નાખનાર.
– સિદ્ધહેમ વ્યાકરણના અધ્યાય-૮ના પાદ-૪ના સૂત્ર-૧૦૬માં કહ્યું છે કે, “ભજૂ" ક્રિયાપદનો પ્રાકૃતમાં ‘મુસમૂર' આદેશ થાય છે જેનો અર્થ છે - ભાંગવું, તોડવું, તેના પરથી શબ્દ બન્યો “ભંજનઃ” એટલે ભાંગી નાખનાર, જેનું પ્રાકૃત રૂપાંતર છે ‘મુસુમૂરણ'.
• તરત-ચિંકુ-વ - રસયુક્ત રાયણના જેવા નીલ રંગવાળા, સરસ પ્રિયંગુ જેવા વર્ણયુક્ત.
૦ સરસ - રસયુક્ત, તાજી, નવી. ૦ પિયા - રાયણ કે તેવી કોઈ વનસ્પતિ-વિશેષ. ૦ વન્ન-(વUT) એટલે વર્ણ, રંગ.
– કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી રચિત “વીતરાગ-સ્તવમાં પરમાત્માના અતિશયના વર્ણનને આશ્રીને એક શ્લોક છે. તેનો અર્થ-અનુવાદ - આ પ્રમાણે છે–
હે પ્રભો ! પ્રિયંગુ, સ્ફટિક, સ્વર્ણ, પઘરા, અંજનના જેવી પ્રભાવાળી તમારી વગર ધોયેલી નિર્મળ કાયા કોને આશ્ચર્ય નથી પમાડતી ? (પદાર્થોના વર્ણાનુસાર પ્રિયંગુ એટલે નીલ).
- વિવરણકર્તા પ્રભાનંદજી અહીં “પ્રિયંગુ' શબ્દનો અર્થ કરે છે - “ફલિનીલતા” શ્રી મલ્લિષણે પણ આ જ અર્થ કર્યો છે.
– અવચૂરિ કર્તા શ્રી વિશાલરાજીએ ‘પ્રિયંગુ' શબ્દનો અર્થ કર્યો છે નીલવર્ણવાળુ વૃક્ષ.
- આ રીતે “પ્રિયંગુ' શબ્દથી નીલવર્ગીય વનસ્પતિ અર્થ થશે. • વય-મર - હાથીના જેવી ગતિવાળા. -- ગજની ચાલ જેવી ચાલ જેમની છે તે, ગજગામી.
• ગયેલ | મુખત્તિ-સમિસ - ત્રણ ભુવનના સ્વામી શ્રી પાર્શ્વનાથ ભગવંત જયવંતા વર્તા - જય પામો.
૦ ગય૩ - જય પામો, જયવંતા વર્તા.
૦ પાસુ આ અપભ્રંશ શબ્દ છે, પ્રાકૃતમાં તેને પાસ અને સંસ્કૃતમાં પાર્થ કહે છે. તે ત્રેવીશમાં તીર્થંકર પાર્શ્વનાથને સૂચવે છે.
૦ મુવત્તિય - ત્રણ ભવન, ઉદર્વ-અધો-તિછલોક રૂ૫.