________________
ચીક્કસાય-સૂત્ર-શબ્દજ્ઞાન
જસુ - જેના (પાર્શ્વનાથના) ત - તનની, શરીરની કંતિકંઠપ્પ - કાંતિસમૂહ સિણિદ્ધક - સ્નિગ્ધ, મનોહર સોઇ - શોભે છે
ફણિ - સર્પની ફેણના મણિ - મણિરત્નના
કિરણાદ્ધિક - કિરણ વડે યુક્ત નં - નિશે
નવ - નવો
જલહર - મેઘ તડિતુ - વિજળી
લય - લતા વડે લંછિક - સહિત સો જિણપાસુ - તે પાર્શ્વજિન, તે ભગવંત પાર્શ્વનાથ પયચ્છઉ - આપો
વંછિ૩ - વાંછિત, ઇચ્છિત - વિવેચન :
આ સૂત્ર તેના આદ્ય પદથી “ચઉક્કસાય' નામે ઓળખાય છે, તે શ્રી પાર્શ્વજિનની સ્તુતિ નિમિત્તે રચાયેલું હોવાથી તેને “પાર્શ્વનાથજિન-સ્તુતિ" નામે પણ ઓળખાય છે. “સંવેગ ચૂડામણિ' નામક હસ્ત લિખિત પોથીમાં આ સૂત્રની થોડા ફેરફાર સાથે નોંધ છે. તેમાં છેલ્લી ગાથામાં આ સૂત્રનું પ્રાકૃત નામ “પાસનાહજિણ-થઈ' કહ્યું છે.
અપભ્રંશ ભાષામાં રચાયેલા અને બે સૂત્ર (ગાથા) પ્રમાણવાળા આ સૂત્રનું શબ્દશઃ વિવેચન આ પ્રમાણે છે–
• ઘણા - મનુનૂરજુ - ચાર કષાયરૂપ જે શત્રુ-યોદ્ધા, તેનો નાશ
કરનાર.
૦ ચીક્કસાય-ચાર કષાયો - ક્રોધ, માન, માયા, લોભ.
- આ પદની વ્યાખ્યા અને વિવેચન સૂત્ર-૨ “પંચિંદિય'માં જોવું. સૂત્ર-૨૭ “ઇચ્છામિ ઠામિ' અને સૂત્ર-૩૫ “વંદિત્ત-સૂત્ર"ની ગાથા-૪માં પણ “ચાર કષાયોનું વિવેચન જોવું.
૦ “પડિમલ્લી' પ્રતિમલ, પ્રતિકૂળ મલ, સામે લડનારો એવો મલ, શત્રુ કે યોદ્ધો. (ચાર કષાયને જ શત્રુ કહ્યા છે.)
૦ “ઉઘુરણુ” આ અપભ્રંશ શબ્દ છે. પ્રાકૃતમાં “ઉલૂરણ' શબ્દ છે. સિદ્ધહેમ પ્રાકૃત વ્યાકરણમાં અધ્યાય-૮, પાદ-૪, સૂત્ર-૧૧૬માં કહ્યું છે કે, 'તુઝુ' ક્રિયાપદનો અર્થ છે તોડવું, જેનો પ્રાકૃતમાં ‘ઉતૂરઈ' આદેશ થાય છે. “તુ' પરથી શબ્દ બન્યો ‘ટોટન' એટલે તોડનાર જેને અહીં “ઉદ્ભરણ' પદથી જણાવેલ છે.
‘ઉતૂરણ' એટલે તોડનાર, નાશ કરનાર.
• તુવ-માયણવા-મુલુમૂરખુ - દુઃખે કરીને જીતી શકાય એવા કામદેવનાં બાણોને ભાંગી નાંખનાર.
૦ એટલે દુર્જય, જેનો જય દુઃખે કરીને થાય છે. ઘણી મુશ્કેલીએ જીતી શકાય તે.
૦ મનવા એટલે કામદેવના બાણ, કામદેવના ભાથામાંથી નીકળેલા તીર અર્થાત્ કામવાસનાના હુમલા કે હલ્લા.