________________
૯૮
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૪
(સૂત્ર-૪૮
ચઉકસાય-સત્ર
(પાર્શ્વનાથ-જિન-સ્તુતિ
. સૂત્ર-વિષય :
આ સૂત્રમાં ભગવંત પાર્શ્વનાથના ગુણોની સ્તુતિ રૂપ ચૈત્યવંદન છે. જેમાં ભગવંતના સુંદર વિશેષણો છે.
- સૂત્ર-મૂળ :ચીક્કસાય-પડિમધુવ્રણ, દુજુ જય-મયણ-બાણ-મુસુમૂરણ; સરસ પિયંગુ વન્ન ગય ગામિલે, જય પાસુ ભુવણgય સામિઉ. ૧ જસુ તણું કંતિ કડપ્પ સિદ્ધિઉ, સોઈ ફણિ મણિ કિરણાલિદ્ધ3; નં નવ જલહર તડિલય લંછિઉં, સો જિણ પાસુ પચચ્છઉ વંછિઉ. ૨
| સૂત્ર-અર્થ :
ચાર કષાયોરૂપી જે શત્રુ-યોદ્ધા તેનો નાશ કરનાર, દુઃખે કરી જિતાય એવા કામદેવનાં બાણોને ભાંગી નાંખનાર, નવી પ્રિયંગુલતા-રાયણના જેવા (નીલ) વર્ણવાળા, હાથીના જેવી ગતિવાળા અને ત્રણ ભુવનના સ્વામી એવા શ્રી પાર્શ્વનાથ ભગવંત જય પામો.
જે પાર્શ્વનાથ ભગવંતના શરીરની કાંતિનો સમૂહ નિગ્ધ એટલે ચકચકિત ચીકાશવાળો છે અર્થાત્ જેઓના શરીરનું તેજો મંડલ મનોહર છે, જે નાગની ફેણ ઉપર રહેલા મણિરત્નના કિરણોથી યુક્ત છે, જે વિજળીની લતાના ચમકારાએ સહિત નવા મેઘ સમાન શોભે છે તે પાર્થ જિનેશ્વર મનોવાંછિત ફળને આપો. ૨
- શબ્દજ્ઞાન :ચઉક્કસાય - ચાર કષાયરૂપ પડિમલ્લ - શત્રુ-યોદ્ધાને ઉલુરણુ - નાશ કરનાર દુજ્જય - દુઃખે જીતાય તેવા માયણ - મદન, કામદેવ
બાણ - બાણ, તીર મુસુમૂરણ્ - ભાંગી નાખનાર સરસ - રસયુક્ત, તાજી પિયંગુ - પ્રિયંગુ, રાયણ કે તેવી કોઈ વનસ્પતિ વિશેષ વત્રુ - રંગવાળા, વર્ણવાળા ગય - હાથીના જેવી ગામિક - ગતિવાળા
જયઉ - જય પામો પાસુ - પાર્શ્વનાથ ભગવંત ભુવણરય - ત્રણ ભુવનના સામિઉ - સ્વામી, નાથ