________________
८६
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૩ -- નો છે તેનો લા ગો ઇત્યાદિ સર્વે પદોનું વિવેચન સૂત્ર-૨૭ “ઇચ્છામિ ઠામિ" અનુસાર જાણવું.
– વશ્ય સૂત્ર-૧૫ની ચૂર્ણિ અને વૃત્તિમાં પણ આ સૂત્રનું સુંદર વિવેચન થયેલું જ છે. ફર્ક માત્ર એટલો છે કે ત્યાં આ સૂત્ર શ્રમણને આશ્રીને લખાયેલું છે,
જ્યારે તેને આધારે અહીં આ “ઇચ્છામિ પડિક્કમિઉ” સૂત્ર શ્રાવકના સંદર્ભે તૈયાર થયેલ હોવાથી "દેશવિરતિ ધર્મ” અનુસાર બનેલું છે. . વિશેષ કથન :
– આ સૂત્રના વિશેષ કથન માટે સૂત્ર-૨૭ “ઇચ્છામિઠામિ'ના ‘વિવેચન'ની ભૂમિકા તેમજ “વિશેષ કથન” બંને ખાસ જોઈ જવા જેમકે - સૂત્ર-૨૭, સૂત્ર-૩૦ અને આ સૂત્ર-૩૪ એ ત્રણેનો આરંભ જ માત્ર જુદી જુદી રીતે થાય છે. પછીના સર્વે પદો તો ત્રણેમાં સમાન જ છે. હા, હેતુનો ફર્ક જરૂર છે. સૂત્ર-૨૭ “ઇચછામિ ઠામિ" કાયોત્સર્ગ હેતુથી છે, સૂત્ર-૩૦ “દેવસિએ આલોઉ” અતિચાર આલોચનાર્થે છે અને આ સૂત્ર-૩૪ “ઇચ્છામિ પડિક્કમિઉં” પ્રતિક્રમણાર્થે છે. પણ અતિચાર આલોચના સંબંધી સર્વે પદો તો ત્રણેમાં સંપૂર્ણ સમાન છે.
– દેનિક ક્રિયામાં આ સૂત્રનો ઉપયોગ :–દેવસિક આદિ પાંચે પ્રતિક્રમણમાં આ સૂત્ર બોલાય છે.
– દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણમાં આ સૂત્ર “વંદિત્ત સૂત્ર” પૂર્વે બોલાય છે. અર્થાત્ એક વખત બોલાય છે.
– પાલિકાદિ ત્રણે પ્રતિક્રમણમાં આ સૂત્ર ત્રણ વખત બોલાય છે તે આ રીતે– (૧) વંદિત્ત સૂત્ર પૂર્વે દેવસિક પ્રતિક્રમણ માફક બોલાય. (૨) પાક્ષિક (આદિ) સૂત્ર પૂર્વે એક વખત બોલાય. (૩) પાક્ષિકના વંદિતુ સૂત્ર પૂર્વે પૂર્વવત્ બોલાય છે. માત્ર ફર્ક એટલો જ છે કે
– તે પાક્ષિક, ચાતુર્માસિક કે સાંવત્સરિક સૂત્રમાં બોલાય છે ત્યારે દેવસિને સ્થાને પખિએ આલોઉ... ઇત્યાદિ ફેરફાર પ્રતિક્રમણના ભેદ અનુસાર બોલાય છે.
– તેથી પહેલા વંદિત્તા પૂર્વે તો “દેવસિ" શબ્દ જ રહે છે, પણ પકિખ સૂત્ર અને બીજા વંદિતા પૂર્વે આદેશમાં દેવસિઉં'ને બદલે જે પ્રતિક્રમણ હોય તે શબ્દ વપરાય છે.
૦ શેષ સર્વે કથન સૂત્ર-૨૭ ઇચ્છામિ ઠામિ મુજબ જાણવું v સૂત્ર-નોંધ :- આધાર સ્થાન :
આવશ્યક સૂત્ર-અધ્યયન-૪ “પ્રતિક્રમણ'નું સૂત્ર-૧૬ એ આ સૂત્રનું આધારસ્થાન છે. ત્યાં આ સૂત્ર શ્રમણને આશ્રીને છે, જ્યારે અહીં આ સૂત્ર શ્રાવકના સંદર્ભમાં છે.
– આ સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે. – ઉચ્ચારો માટેનું સૂચન સૂત્ર-૨૭ માં મુજબ જાણવું
— —X— -X —