________________
૮૧
અઢાર પાપસ્થાનકો-વિવેચન
(૩) તે સર્વે ને બદલે “તે સવિ હું' પણ જોવા મળે છે. (૪) મન, વચન, કાયાએ'ને બદલે મન, વચન, કાયાએ પણ જોવા મળે છે. (૫) “મિચ્છા મિ દુક્કડં' પૂર્વે ‘તસ્સ' શબ્દ પણ જોવા મળે છે. - અહીં સૂત્રમાં “
મિચ્છા મિ દુક્કડ' વાક્યપ્રયોગ છે. – આ જ પ્રકારે અઢારે પાપસ્થાનક સંબંધી ગાથા(૧) સંથારા પોરિસીમાં છે - ત્યાં જરા જુદી રીતે કહ્યું છે –
– વસિરિયુ - હું આ અઢારે પાપસ્થાનકોને વોસિરાવું છું અર્થાત્ તેનો ત્યાગ કરું છું (કારણ કે–)
– આ અઢારે પાપસ્થાનકો મોક્ષમાર્ગના સેવનમાં વિદન ભૂત અર્થાત્ અંતરાયરૂપ છે. (તેમજ)
આ અઢારે પાપસ્થાનકો દુર્ગતિને બંધાવનાર છે. –(૨) સ્થાનાંગ સૂત્ર-૪૯ તથા તેની વૃત્તિમાં જણાવે છે– સૂત્ર-૪૮માં અઢાર પાપસ્થાનક વર્ણવ્યા તે
પ્રાણાતિપાતથી પરિગ્રહ એ પાંચ પાપસ્થાનકોથી વિરમવું અર્થાત્ અટકવું અને ક્રોધથી મિથ્યાદર્શનશલ્ય પર્યન્તના તેર પાપસ્થાનકોમાં વિવેક રાખવો અર્થાત્ ત્યાગ કરવો.
-(3) ભગવતીજી સૂત્ર-૯૪ તથા તેની વૃત્તિ– હે ભગવન્! જીવો ભારે કર્મીપણાનું ઉપાર્જન કઈ રીતે કરે છે ?
– હે ગૌતમ ! પ્રાણાતિપાતથી મિથ્યાદર્શનશલ્યના સેવનથી જીવ ભારે કર્મીપણાનું ઉપાર્જન કરે છે.
– હે ભગવન્! જીવો લઘુકર્મીપણું કઈ રીતે ઉપાર્જે છે ?
– હે ગૌતમ! જીવો પ્રાણાતિપાત વિરમણથી લઈને મિથ્યાદર્શનશલ્યના વિરમવા દ્વારા લઘુકર્મીપણું ઉપાર્જે છે.
-(૪) આવો જ સાક્ષીપાઠ “ઉવવાઈ સૂત્રમાં પણ છે. i વિશેષ કથન :
પાપ ઉપાર્જન કરવાના પ્રકારો તે પાપસ્થાનક. આવા પાપસ્થાનકો અઢાર છે. તે બધાંના મૂળમાં અઢારમું પાપસ્થાનક મિથ્યાત્વશલ્ય કહેવાયું છે. આ સૂત્ર દ્વારા અઢારે પાપસ્થાનકોની આલોચના કરવામાં આવી છે - માફી માંગેલી છે.
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, નિષ્પરિગ્રહ, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, સમભાવ (રાગ અને દ્વેષરહિતતા), શિષ્ટાચાર અને સજ્જનતા (કલહ રહિતતા, આળ ન ચડાવવું, ચાડી-ચુગલી ન કરવી), હર્ષ-ઉદ્વેગ રહિતતા, નિંદા રહિતતા, માયા-મૃષારહિતતા અને સમ્યક્દર્શન યુકતતા
આ અઢારે ગુણો માટે પ્રાણાતિપાતાદિ અઢાર પાપસ્થાનકનો ત્યાગ કરવો અતિ આવશ્યક છે.
- પ્રવચન સારોદ્ધારના ૨૩૭ માં દ્વારમાં ગાથા ૧૩૫૧થી ૧૩૫૩માં અઢાર [3] 6]