________________
૭૮
વિકાર કહ્યો છે.
પત્રવળા-વૃત્તિ - જેના ઉદયથી બાહ્ય અત્યંતર વસ્તુમાં પ્રીતિ જન્મે તે રતિ અને અપ્રીતિ જન્મે તે અરતિ.
-
આવારાંશ-વૃત્તિ - ઇષ્ટપ્રાપ્તિના સંયોગ કે વિનાશથી જન્મતો મનો વિકાર તે રતિ-અતિ જાણવી.
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
ભાવી-વૃત્તિમાં રતિ-અતિ બંનેને મોહનીયના ઉદયથી થતો ચિત્તનો દેશ
-
- સ્થાનાં-વૃત્તિ - મોહનીય ઉદય જન્ય ચિત્ત વિકાર - જેમાં પ્રીતિલક્ષણ છે તે રતિ છે અને ઉદ્વેગ લક્ષણ છે તે અતિ છે.
di
કર્મની દૃષ્ટિએ રતિ-અરતિનું સ્થાન મોહનીય કર્મમાં છે - મોહનીયકર્મના દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય બે ભેદ છે. તે ચારિત્ર મોહનીયના પણ કષાય અને નોકષાય ચારિત્રમોહનીય બે ભેદો છે, નોકષાયચારિત્ર મોહનીયના નવ પેટા ભેદોમાં રતિ અને અતિ એ બંને ભેદોનો સમાવેશ થાય છે. અર્થાત્ રતિ-અતિ એ મોહનીયકર્મના ઘરની પ્રવૃત્તિ છે, આત્માની પોતાની પ્રવૃત્તિ નથી.
રતિ-અરતિ એ મુખ્યતાએ મનોયોગ જન્ય પ્રવૃત્તિ છે. કેમકે મનની કલ્પના માત્રથી જીવ રતિ (હર્ષ) અને અરતિ (ઉદ્વેગ)નો અનુભવ કરે છે. સુખ કે દુઃખ વ્યક્તિ કે વસ્તુમાં નથી, પણ તે વસ્તુ કે વ્યક્તિ સાથે જોડાયેલા મનોભાવોમાં છે. ૦ લઘુ દૃષ્ટાંત :- મહાસતી સુલસા પરમ આદરણીય શ્રાવિકા છે, તેને કોઈ સંતાન નથી. પતિ નાગસારથીના અનેક પ્રયત્નો પછી દૈવી સાધનાથી સફળતા મળી. તે ફળ સુલસાને ખાવા માટે આપ્યું. જેના પ્રભાવથી સુલસાને ૩૨ પુત્રો થયા. તે ફળ અથવા ગુટીકા ૩૨ હતી, જે અલગ અલગ સમયે ખાવાની હતી, પણ સુલસાએ ભૂલથી એક સાથે ૩૨ ગુટીકા ખાધી, તેને એક સાથે જ ૩૨ પુત્રોનો જન્મ આપ્યો. આ બત્રીશે પુત્રો મગધના રાજા શ્રેણિકના અંગરક્ષક બન્યા. જ્યારે રાજા શ્રેણિક ચેલણાને લઈને આવતા હતા ત્યારે ચેડા રાજા સાથે યુદ્ધ થયું, આ યુદ્ધમાં સુલસાના બત્રીશ પુત્રો શ્રેણિક રાજા સાથે મદદમાં હતા ત્યારે બત્રીશે પુત્રો ચેડા રાજાના હાથે મૃત્યુ પામ્યા. સુલસા માટે કેવો હૃદયદ્રાવક પ્રસંગ હતો, પણ સુલસા હર્ષ કે ઉદ્વેગના કોઈ ભાવથી પીડિત થયા વિના શાંત રહ્યા રતિ કે અરતિનો સ્પર્શ માત્ર પણ નહીં. • સોળમે પરપરિવાદ :- પરપરિવાદ સોળમું પાપસ્થાનક છે. (સ્થાનાંગ સૂત્ર-૪૮માં તેનો ક્રમ પંદરમો દર્શાવાયેલ છે.)
- બીજાનું વાંકુ બોલવું અને પોતાની બડાઈ કરવી તેને પરપરિવાદ (પાપસ્થાનક) કહેવામાં આવે છે.
સ્થાનાંન સૂત્ર-૪૮ની વૃત્તિ-બીજાનું ખોટું બોલવું, ઘસાતું બોલવું કે વાંકુ બોલવું તે “પર-પરિવાદ ''
-
માવતી-વૃત્તિ - બીજાના ગુણદોષ વચનને વિસ્તારવું તે.
-
પત્રવળા-વૃત્તિ - અનેક લોકો સન્મુખ બીજાના દોષોનું વિશેષે કરીને કથન કરવું તે પર-પરિવાદ છે.