________________
અઢાર પાપસ્થાનકો-વિવેચન
૦ ૧૮ પાપસ્થાનકની સજ્ઝાયમાં કહ્યું છે કે ‘અભ્યાખ્યાન' પાપને સેવતો જીવ અનંતા દુઃખને પામે છે.
૦ ‘અભ્યાખ્યાન’ દોષના બીજાએ કરેલા સેવનથી સીતા સતિ, અંજના સતિ આદિને અનેક કષ્ટો પહોંચ્યા, માટે તેનો ત્યાગ કરવો.
- ચૌદમે વૈશુન્ય :- પૈશુન્ય એ ચૌદમું પાપસ્થાનક છે.
· સ્થાનાંTM સૂત્ર-૪૮ વૃત્તિ - પૈશુન્ય એટલે ‘પિશુનકર્મ''. પિશુન કર્મનો અર્થ સાચા કે ખોટા અનેક દોષો પીઠ પાછળ ખુલ્લા પાડવા તે. સામાન્ય વ્યવહારમાં તે ચાડી-ચુગલી કહેવાય.
છે
-
૭૭
પત્રવળા-વૃત્તિ - પરોક્ષમાં સત્ કે અસત્ અર્થાત્ વાસ્તવિકકે અવાસ્તવિક દોષોને કહેવા કે જાહેર કરવા તે પૈશુન્ય
- માવતી-વૃત્તિ. અસત્ દોષોનો આવિષ્કાર તે વૈશુન્ય.
— સૂચકાં।-વૃત્તિ -બીજાના ગુણો સહન ન થવાથી તેના દોષોને જાહેર કરવા તે પાપસ્થાનક ૧૩ અભ્યાખ્યાન અને ૧૪ વૈશુન્ય એ બંને સમાનાર્થી જેવા લાગે છે, પણ તે બંનેમાં ભેદ છે. ભલે બંનેમાં “દોષોને પ્રગટ કરવારૂપ'' કથનમાં સામ્ય છે, તો પણ અભ્યાખ્યાનમાં આરોપો જાહેરમાં કરાય છે, જ્યારે ચાડી-ચુગલી ખાનગીમાં થાય છે.
- પૈશુન્ય પાપમાં પણ વાણી-વચનયોગની મુખ્યતા છે.
-
♦ પંદરમે રતિ-અરતિ - ‘રિત અતિ” એ પંદરમું પાપસ્થાનક કહ્યું છે. (સ્થાનાંગ સૂત્રમાં આ પાપસ્થાનકને ‘અરતિ-રતિ' નામે ઓળખાવેલ છે, તેનો ક્રમ સોળમો મૂકેલો છે.)
રતિ અને અરતિનો સામાન્ય અર્થ હર્ષ અને ઉદ્વેગ છે.
- રતિ - ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત થાય કે અનિષ્ટવસ્તુ દૂર થાય ત્યારે થતી હર્ષની લાગણીને ‘રતિ’ કહેવામાં આવે છે.
-
ગતિ - અનિષ્ટ વસ્તુનો સંયોગ થાય અને ઇષ્ટ વસ્તુ ચાલી જાય ત્યારે થતો ઉદ્વેગ ‘અતિ' કહેવાય છે.
અહીં વ્યાખ્યામાં ‘વસ્તુ' શબ્દ છે, પણ ઇષ્ટ-અનિષ્ટ વ્યક્તિનો સંયોગ કે વિયોગ પણ રતિ-અરતિ જન્માવે છે, અને ઇષ્ટ-અનિષ્ટ વ્યક્તિની કે વસ્તુની પ્રાપ્તિનો સંભવ કે અપ્રાપ્તિની શક્યતા પણ મનમાં રતિ અને અરતિને ઉત્પન્ન કરતી હોય છે. - આ બંને ભાવો મોહ અને અજ્ઞાનની પ્રબળતાને લીધે થાય છે. જેમકે અમુક વ્યક્તિ કે વસ્તુ મળે ત્યારે થતી ‘રતિ’ એ મોહ છે અને અમુક વ્યક્તિ કે કે વસ્તુ મળશે તેવી કલ્પના માત્ર પણ રતિ કે અરતિ જન્માવે તે અજ્ઞાન છે, ભવિષ્યકાલીન આર્તધ્યાન છે. આ બધું જ ચારિત્ર્યના વિકાસની ખામીસૂચક છે.
-
સ્થાનાંશ વૃત્તિકાર સૂત્ર-૪૮ની વૃત્તિમાં જણાવે છે કે, ‘‘કોઈ વિષયમાં જે ‘રતિ’ છે, તે જ વિષયાંતર અપેક્ષાએ ‘અરતિ’ બને છે. માટે રતિ-અરતિનું ઔપચારિક એકત્વ છે, તેથી આ બંનેનો એક જ પાપસ્થાનકમાં સમાવેશ કરાયો છે.