________________
વાંદણા/ગુરુવંદન સૂત્ર-વિવેચન
(૨૧) તત્રગત ભાષણ - ગુરૂ બોલાવે ત્યારે શિષ્ય મથએણ વંદામિ' કે “જી” અથવા “હા જી' ઇત્યાદિ વચન બોલી, તુરંત ઉઠીને ગુરૂ પાસે જઈ ગુરુ શું કહે છે તે નમ્રતાથી સાંભળવું જોઈએ. તેને બદલે પોતાને આસને બેઠા બેઠા જ જવાબ આપે.
(૨૨) કિંભાષણ :- ગુરૂ બોલાવે ત્યારે કેમ ? શું છે ?, શું કહો છો ? ઇત્યાદિ બોલે. કેમકે ગુરુ બોલાવે ત્યારે શિષ્ય “જી” ઇત્યાદિ વચનો નમ્રતાપૂર્વક બોલવા જોઈએ અને “આજ્ઞા ફરમાવો' ઇત્યાદિ વાક્યો નમ્રતાપૂર્વક બોલવા.
(૨૩) તું ભાષણ :- ગુરુને “ભગવંત, શ્રી, પૂજ્ય, આપ' ઇત્યાદિ માનવાચક - બહુવચનવાળા શબ્દોથી બોલાવવા જોઈએ, તેને બદલે તું તને, તારા ઇત્યાદિ તોછડાઈવાળા, એકવચન વાળા શબ્દોથી “તુંકારે' બોલાવે
(૨૪) તજ્જત ભાષણ :- ગુરુ શિષ્યને કહે કે આ પ્લાન સાધુની વૈયાવચ્ચ કેમ કરતો નથી ? તું બહુ આળસુ છે. ત્યારે શિષ્ય સામું કહે કે તમે પોતે જ કેમ વૈયાવચ્ચ કરતા નથી ? તમે પોતે જ આળસુ થઈ ગયા છો. ઇત્યાદિ રીતે ગુરુ જે શિખામણ વચન કહે તે જ વાક્ય-વચન પ્રમાણે ગુરુને પ્રત્યુત્તર આપે તે તજ્જાત ભાષણ કે તજ્જાત વચન આશાતના.
(૨૫) નોસુમન :- ગુરુ ધર્મકથા કહેતા હોય ત્યારે, “અહો આપે આ ઉત્તમ વચન કહ્યું " ઇત્યાદિ પ્રશંસા વચનો ન કહે તેમજ તે ધર્મકથનથી પોતાને સારી અસર થઈ છે એવો હર્ષભાવ કે આશ્ચર્યભાવ પણ ન દર્શાવે, પણ મનમાં જાણે દુભાતો હોય તેમ વર્તે તે નોસુમન આશાતના
(૨૬) નોસ્મરણ :- ગુરુ ધર્મકથા કહેતા હોય ત્યારે “તમને આ અર્થ સમરણમાં - યાદ નથી, એ અર્થ એ પ્રમાણે ન હોય.' ઇત્યાદિ રીતે આશાતના
(૨૭) કથા છેદ - ગુરુ ધર્મકથા કહેતા હોય ત્યારે – શ્રોતાને એમ કહે કે હું તમને પછીથી સારી રીતે સમજાવીશ ઇત્યાદિ કહીને અથવા તે કથા પુનઃ સમજાવીને ચાલતી કથામાં વ્યાઘાત કરે.
(૨૮) પરિષદુ ભેદ :- ગુરુ ધર્મકથા કહેતા હોય અને શ્રોતા પણ કથાના રસમાં એક તાન થયા હોય, તેટલામાં શિષ્ય કહે – “હવે ક્યાં સુધી ધર્મકથન લંબાવશો? ગૌચરી વેળા થઈ ગઈ છે અથવા પૌરિસિનો અવસર થયો છે. ઇત્યાદિ કહી શ્રોતાનો ચિત્તભંગ કરે અથવા એવું કંઈ કહે કે સભા ભેગી જ ન થાય.
(૨૯) અનુત્થિત કથા :- ગુરુએ ધર્મકથા પુરી કરી હોય, પણ પર્ષદા હજી ઉઠી ગઈ ન હોય, તેટલામાં પોતાની ચતુરાઈ દર્શાવવા ગુરૂએ વ્યાખ્યાનમાં કહેલી કથાનો અથવા અર્થનો વિશેષ વિસ્તાર કહી બતાવે તે આશાતના.
(૩૦) સંથારપાદઘટ્ટન - ગુરુની શય્યાને, સંથારાને આદિને પોતાનો પગ લગાડવો, આજ્ઞા વિના તેને હાથ લગાડવો તથા તેમ થયા કે કર્યા પછી પણ ગુને તે દોષ ખમાવે નહીં તો આશાતના
– કેમકે ગુરુની માફક તેમના ઉપકરણ પણ પૂજ્ય છે માટે શિષ્યનો ધર્મ છે કે ગુરુના ઉપકરણને પણ પગ વગેરે લગાડવો નહીં કે આજ્ઞા વિના સ્પર્શ કરવો નહીં