________________
૨૯૫
નમોડસ્તુ વર્ધમાન-સૂત્ર
સૂત્ર-૩૮ નમોડસ્તુ વર્ધમાનામ-સૂત્ર
વર્ધમાન સ્તુતિ
. સૂત્ર-વિષય :
આ સૂત્ર સ્તુતિરૂપે છે. તેની પહેલી ગાથામાં વર્ધમાનસ્વામીની, બીજી ગાથામં સર્વે તીર્થકરોની અને ત્રીજી ગાથામાં જિનવાણીની સ્તુતિ છે. પણ સર્વ સામાન્યપણે આ વર્ધમાનસ્વામીની સ્તુતિ જ કહેવાય છે. . સૂત્ર-મૂળ :
નમોડસ્તુ વર્ધમાનાય, સ્પર્ધમાનાય કર્મણા;
તજુજયાવાસમોક્ષાય, પરોક્ષાય કુતીર્થિનામું ચેષાંવિકચારવિંદ-રાજ્યા, જયાય: ક્રમ કમલાવલિંદધત્યા; સૌરિતિ સંગતપ્રશસ્ય, કથિત સન્ત શિવાય તે જિનેન્દ્રા ૨
કષાયતાપાર્દિત જંતુનિવૃત્તિ, કરોતિ યો જૈનમુખાબુદોદુગતઃ સ શુક્ર માસોભવ વૃષ્ટિ સત્રિભો, દધાતુ તુષ્ટિ મયિવિસ્તરો ગિરામ્ ૩ | સૂત્ર-અર્થ :
કર્મની સાથે સ્પર્ધા કરનાર, તે કર્મોને જીતીને મોક્ષ પ્રાપ્ત કરનાર અને અન્ય દર્શની-કુતીર્થીઓને ન સમજાય તેવા સ્વરૂપવાળા ભગવાનું મહાવીર સ્વામીને મારા
નમસ્કાર હો.
જેમ શ્રેષ્ઠ ચરણ-કમળની શ્રેણીઓને ધારણ કરનારી દેવ-નિર્મિત સુવર્ણકમળોની પંક્તિએ જાણે એમ કહ્યું કે, સરખાની સાથે સમાગમ થવો તે પ્રશંસનીય છે, તે જિનેશ્વરો મોક્ષને માટે થાઓ.
જેઠ માસમાં ઉત્પન્ન થયેલા વરસાદ જેવો, શ્રી જિનેશ્વરપરમાત્માના મુખરૂપી વાદળામાંથી વરસતો વાણીનો વિસ્તાર કષાયોરૂપી તાપથી બળી રહેલા પ્રાણીઓને શાંતિ આપે છે. તે મારા ઉપર પ્રસન્નતા-સંતોષને ધારણ કરો.
શબ્દજ્ઞાન :નમોડસ્તુ - નમસ્કાર થાઓ વર્ધમાનાય - વર્ધમાન સ્વામીને
સ્પર્ધમાનાય - સ્પર્ધા કરનારને કર્મણા - કર્મોની સાથે તજુજય - તે કર્મોને જીતીને અવાપ્ત - પામ્યા છે મોક્ષાય - મોક્ષને
પરોક્ષાય - પરોક્ષને કુતીર્થનામ - અન્યદર્શનીને