________________
૨૭૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ (૭૦) કરેલા કે થયેલા પાપોની આલોચના, નિંદા, ગë કરવી. (૭૧) વિરાધનાની પ્રવૃત્તિથી અટકવું અને આરાધનામાં પ્રવૃત્ત થવું.
(૭૨) સમયનો જેટલો અવકાશ મળે તેમાં જિનેશ્વર કથિત ધર્મદેશના અને તીર્થકર આદિના ચરિત્રોની ધર્મકથાના સ્વાધ્યાયમાં પ્રવૃત્ત રહીને દિવસ પસાર
કરવો.
(૭૩) અરિહંત, સિદ્ધ, સાધુ, કૃતધર્મ અને ચારિત્ર ધર્મને મંગલરૂપ માનવા. (૭૪) સમાધિ અને બોધિની પ્રાપ્તિ માટે અભિલાષા રાખવી.
(૭૫) સર્વે જીવો સાથે સમાપના કરવી અને મૈત્રીભાવ ધારણ કરવો. તેમજ વૈરભાવનો ત્યાગ કરવો.
આ પ્રમાણે અમે વંદિત્તસૂત્રમાં સૂત્રકારે ગુંથેલ વિષયોને એક નિયમાવલી સ્વરૂપે રજૂ કર્યા છે. તેમાં સૂત્રનો પરીચય પણ પ્રાપ્ત થાય છે અને ગ્રહણ કરવા કે આદરવા રૂપ નિયમોનો નિર્દેશ મળે છે.
૦ આ સૂત્રનું ક્રિયામાં સ્થાન :
વંદિત્ત સૂત્રનું સ્થાન પ્રત્યક્ષરૂપે પ્રતિક્રમણ ક્રિયામાં જોવા મળે છે. પાંચે પ્રતિક્રમણમાં તે બોલાય છે. દેવસી અને રાઈય બંને પ્રતિક્રમણમાં તે એક-એક વખત બોલાય છે. જ્યારે પાક્ષિક, ચાતુર્માસિક અને સંવત્સરિક પ્રતિક્રમણમાં આ સૂત્ર બબ્બે વખત બોલાય છે. માત્ર “દેસિ' શબ્દને બદલે ત્યાં રાઈએ, પકિન ઇત્યાદિ શબ્દો બોલાય છે.
પાક્ષિક - (ચૌમાસી-સંવત્સરી) પ્રતિક્રમણ કરતી વખતે જ્યારે “પકૂખી સૂત્ર બોલવાનો વિધિ આવે ત્યારે જો સાધુ ભગવંતની નિશ્રા પ્રાપ્ત થઈ ન હોય કે કરી ન હોય તો “વંદિત્તસૂત્ર” પકિખસૂત્રને બદલે બોલવું તેવી હાલ પરંપરા છે.
ત્યાં આ સૂત્ર ત્રણ વખત બોલવાનો પ્રસંગ આવે છે. અલબત્ત ત્યાં આ સૂત્ર શ્રાવકે ઉભા ઉભા બોલવાનું હોય છે.
૦ વંદિત્ત સૂત્ર પ્રતિક્રમણમાં બોલવાનો વિધિ :
ઉપર એવું જણાવ્યું કે, “પકિખસૂત્ર”ને બદલે બોલાતું વંદિત્ત સૂત્ર શ્રાવકે ઉભા-ઉભા બોલવું. તો પ્રશ્ન એ થાય કે સામાન્યથી “વંદિત્તસૂત્ર” બોલવાની વિધિ શું છે ?
– “વંદિત્તસૂત્ર" બોલવા માટે એક વિશિષ્ટ આસન છે. જે આસનને વીરાસન કહે છે કેટલાંક તેને ઉત્કટીક આસન પણ કહે છે. (આ આસને કઈ રીતે બેસવું તેનો અભ્યાસ ગુરુગમથી પ્રાપ્ત કરવો.) તેમાં ગાથા-૪ર પર્યન્ત આ પ્રમાણે વિરાસને બેસીને બોલે અને ત્યારપછી ગાથા-૪૩માં “તસ્ય ધમ્મક્સ કેવલી પન્નત્તસ” બોલ્યા પછી બાકીનું સૂત્ર ઉભા રહીને, બે હાથ જોડીને બોલો.
– આ સૂત્ર બોલતી વખતે સૂત્રનો આરંભ કરતા પહેલા વીરાસને બેસીને જ નવકારમંત્ર, કરેમિ ભંતે અને ઇચ્છામિ પડિક્કમિઉ સૂત્ર બોલવામાં આવે છે, ત્યારપછી વંદિતુ સૂત્ર બોલાય છે.