________________
વાંદણા/ગુરુવંદન સૂત્ર-વિવેચન
૨૩
– નિહિ એટલે સર્વે અશુભ વ્યાપારોનું વર્જન કરવું તે.
વંદનક્રિયા ભાવપૂર્વક કરવી હોય તો મનને સંપૂર્ણ રીતે તેમાં જ જોડવું જોઈએ. પણ તે માટે મનને ગુરુવંદન સિવાયની બધી જ અન્ય પ્રવૃત્તિમાંથી પાછું ખેંચી લેવું જોઈએ. આ રીતે વંદન સિવાયની સર્વે પ્રવૃત્તિઓનો ત્યાગ તે નૈષધિકી.
આટલું બોલ્યા પછી વંદન કરનાર (શિષ્ય) સંડાસા પ્રમાર્જન કરે. તે આ પ્રમાણે (૧) જમણો પગ, (૨) વચ્ચેનો ભાગ, (૩) ડાબો પગ એ ત્રણની પ્રમાર્જના કરવી, પછી (૪ થી ૬) એ જ પ્રમાણે આગળની પ્રમાર્જના કરવી, પછી (૭ થી ૯), પ્રવેશ ભૂમિની ત્રણ વખત પ્રમાર્જના કરવી. ત્યારપછી અવગ્રહમાં પ્રવેશ કરવો.
અવગ્રહમાં પ્રવેશ્યા પછી ગોદોહિક આસને બેસવું. ત્યારપછી રજોહરણ (કે ચરવળો) ગુરુની સન્મુખ રહે તે રીતે જમીન ઉપર (અને પગને સ્પર્શીને રહે તેમ) સ્થાપન કરવો.
ત્યાર પછી (૧૦) જમણા કાનથી કપાળે થઈને ડાબા હાથના સાંધાથી કોણી સુધી પ્રમાર્જના કરવી, પછી (૧૧) ડાબા કાનથી કપાળે થઈને જમણા હાથના સાંધાથી કોણી સુધી પ્રમાર્જના કરવી.
ત્યાર પછી (૧૨ થી ૧૪) સાધુએ ડાબા ઢીંચણ ઉપર મુહપત્તિ મૂકતા ત્રણ વખત ઢીંચણની અને (૧૫ થી ૧૭) રજોહરણમાં ગુરુચરણની સ્થાપના માટેની કલ્પના કરવાની ત્યાં ત્રણ વખત પ્રમાર્જના કરવી.
ગૃહસ્થને ચરવળા ઉપર ગુરુચરણની ધારણા કરવાની હોય છે. તેથી ત્યાં ત્રણ વખત પ્રમાર્જના કરવાની અને ત્રણ વખત પ્રમાર્જના અવગ્રહની બહાર નીકળતા પાછળની ભૂમિની કરવાની એ રીતે સત્તર પ્રમાર્જના થાય (એ પ્રમાણે ધર્મસંગ્રહની ટીપ્પણમાં લખ્યું છે.)
* જો કે આ વિષયમાં જુદાજુદા ઉલ્લેખ મળે છે, તે ધ્યાનમાં રાખવું) ત્યારપછી ‘અનુજ્ઞાસ્થાપનના આ સ્થાનમાં જ આગળ બોલે
૦ ગદોળાય વ્યાવસંતં - (ગુરુના) અધોકાયરૂપ ચરણને (શિષ્યના) મસ્તકરૂપ શરીર વડે સ્પર્શ કરવાથી.
૦ બહોળાયું - અધોકાયને, ચરણને
-
- અધોભાગે અર્થાત્ નીચે રહેલી કાયા તે અધઃકાય કહેવાય. લક્ષણથી અધોકાય શબ્દનો અર્થ પાદ અથવા ચરણ કહેવાય છે.
-
અધોકાય અર્થાત્ ગુરુ ચરણને
૦ હ્રાય-સંહાસ - મારી કાયા વડે સંસ્પર્શ (કરવાથી)
- કાયા વડે સંસ્પર્શ તે કાય સંસ્પર્શ. અહીં જાય એટલે પોતાનું (શિષ્યનું) શરીર. સંાસું એટલે સંસ્પર્શ - હાથ, લલાટ આદિ વડે ગુરુચરણને કરવામાં આવેલો સંસ્પર્શ સમજવાનો છે.
(અહીં રોમિ - કરું છું કે કરવાથી એ પદ અધ્યાહાર સમજવું)