________________
૨૩૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
માટે સ્રીઓને મારવાની જરૂર નથી.
(૪) ચોથા લુંટારાએ કહ્યું, સર્વે પુરુષોને મારવાથી શું લાભ ? જેમના હાથમાં હથિયાર હોય તેમને જ હણવા. કેમકે સામનો તો તેઓ જ કરવાના છે. (૫) પાંચમાં લુંટારાએ કહ્યું, બધાં હથિયારવાળાને મારવા નથી, પણ જેઓ સામનો કરવા આવે તેવા હથિયારવાળાને જ મારવા અને તેમ કરીને ગામ લૂંટવું. (૬) છટ્ઠા લુંટારાએ કહ્યું - આપણે લુંટારા છીએ, હત્યારા નથી. માટે બે પાપ શા માટે બાંધવા જોઈએ. માત્ર ધન લુંટવું અને કોઈ સામનો કરે ત્યારે આપણે આપણો બચાવ કરી લેવો. એમ કરીને કોઈને માર્યા વિના જ ધન લુંટવું.
કાર્ય એક જ છે. છતાં જુદા જુદા પ્રકારના જીવોના આત્મપરિણામો કે અધ્યવસાયોમાં કેટલો તફાવત છે ? કેટલી તરતમતા છે ? આ જ વાત મિથ્યાસૃષ્ટિ અને સમ્યગ્દૃષ્ટિ જીવો વચ્ચેનો ભેદ સમજવા માટે મહત્ત્વની છે. મિથ્યાટષ્ટિના પરિણામો કૃષ્ણ, નીલ,કાપોત લેશ્યાવાળા જીવો જેવા હોય છે જ્યારે સમ્યગ્દષ્ટિના પરિણામો શુભ-શુભતર કે શુભતમ હોય છે. બાહ્યદૃષ્ટિએ બંને જીવો પાપારંભી જણાતા હોવા છતાં તેમના અધ્યવસાયો સમાન હોતા નથી. તેથી તેમનો કર્મબંધ પણ એક સમાન થતો નથી. એક જ પ્રવૃત્તિ કરતા હોવા છતાં એકને તેનો કર્મબંધ નિકાચિત થાય છે, બીજાને થોડા મંદ પરિણામને કારણે તે નિધત્ત કર્મબંધ થાય, ત્રીજાને વધુ મંદ પરિણામે તે પાપારંભ કર્યો હોય તો ‘‘બદ્ધ'' કર્મબંધ થાય અને ચોથાને અતિ મંદ પરિણામથી તે પાપારંભ કર્યો હોય કે, થયો હોય છે તો તેને માત્ર ‘સ્પષ્ટ' પ્રકારનો કર્મબંધ થાય છે.
વારંવાર આલોચના, નિંદા, ગર્હરૂપ પ્રતિક્રમણ કરતો શ્રાવક કદાચ ફરીફરી તે આરંભ કાર્યોમાં જોડાય, તો પણ તેને અલ્પ કર્મનો બંધ થાય, તેવું કથન એ કારણે જ કર્યું છે કે, નિંદા-ગર્હા આદિ વારંવાર કરવાથી તેના અધ્યવસાયો વિશુદ્ધ થાય છે. તેના પરિણામો મંદ પડે છે, તેથી ધીમે ધીમે નિર્મળ પરિણામો તરફ આગળ વધતા સમ્યગ્દષ્ટિ જીવને નિર્દયતાના અધ્યવસાયોને અભાવે સાવદ્ય કર્મ કરવા છતાં અલ્પ કર્મબંધ કહ્યો.
૦ હવે સૂત્રકાર-૩૭મી ગાથામાં અલ્પકર્મબંધથી પણ કેમ અટકવું તેનો ઉપાય દર્શાવે છે—
પૂર્વે ગાથા-૩૬માં એ પ્રમાણે કહ્યું કે, સમ્યગ્દૃષ્ટિ જીવ અગર પાપારંભ કરે તો પણ અલ્પકર્મબંધ થાય છે. પરંતુ વિષ અલ્પ હોય છતાં તે હાનિકર્તા તો છે જ. તો પછી અલ્પ એવું પાપ પણ સંસારભ્રમણનો હેતુ કેમ ન બને ? અથવા પ્રતિક્રમણથી એ પાપ કેમ ટળે ? આ શંકાનું સમાધાન આ ગાથા-૩૭માં વૈદ્યના દૃષ્ટાંત દ્વારા અપાયેલ છે.
પ્રતિક્રમણ કરનાર સમ્યગ્દષ્ટિ જીવને સાવદ્ય પ્રવૃત્તિ કરવા છતાં અલ્પ કર્મબંધ થાય છે તે તો ગાથા-૩૬માં કહ્યું, પણ આ અલ્પ કર્મબંધ પણ મોક્ષ પ્રાપ્તિમાં અંતરાયરૂપ હોવાથી તેના નાશ કેમ કરવો ? તે જણાવવા માટે આ