________________
૧દ
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
પ્રતિકમણસૂત્ર અભિનવ વિવેચન
(પ્રતિક્રમણ સૂત્રનું આ વિવેચન અમે સાત અંગોમાં કરેલ છે–). (૧) સૂત્ર-વિષય :- સૂત્રમાં આવતા મુખ્ય વિષયનું સંક્ષિપ્ત કથન.
(૨) સૂત્ર-મૂળ:- સૂત્ર મૂળ સ્વરૂપે જે પ્રમાણે હોય તે જ પ્રમાણે તેની પાઠ નોંધ જેમકે “ઇરિયાવહી સૂત્ર” છે. તો ત્યાં “ઇરિયાવહી" સૂત્ર પાઠ આપવો.
(૩) સૂત્ર-અર્થ :- જે મૂળ સૂત્ર હોય તેનો સીધો સૂત્રાર્થ આ વિભાગમાં છે.
(૪) શબ્દજ્ઞાન :- જે મૂળ સૂત્ર હોય, તે સૂત્રમાં આવતા પ્રત્યેક શબ્દો અને તે શબ્દનો ગુજરાતી અર્થ આ વિભાગમાં નોંધેલ છે.
(૫) વિવેચન :- મૂળ સૂત્રમાં આવતા મહત્ત્વના શબ્દો તથા પ્રત્યેક વાક્ય અથવા ગાથાના પ્રત્યેક ચરણોનું અતિ વિસ્તૃત વિવેચન આ વિભાગમાં કરાયેલ છે. આ વિભાગ જ અમારા પ્રસ્તુત ગ્રંથનું હાર્દ છે. તેમાં અનેક સંદર્ભ સાહિત્ય અને આગમોના સાક્ષીપાઠ આપવા પૂર્વક પ્રતિક્રમણના સૂત્રોનું વિવેચન કરાયેલ છે.
(૬) વિશેષ કથન :- સૂત્રના વિસ્તારથી કરાયેલા વિવેચન પછી પણ જે મહત્ત્વની વિગતો નોંધાઈ ન હોય અથવા “વિવેચન" ઉપરાંત પણ જે મહત્ત્વની બાબતો પર પ્રકાશ ફેંકવો જરૂરી હોય તેવી “વિશેષ” નોંધો આ વિભાગમાં કરાયેલ છે.
(૭) સૂત્ર-નોંધ :- આ સાતમા અને છેલ્લા વિભાગમાં સૂત્રનું આધારસ્થાન, ભાષા, પદ્ય હોય તો છંદ, લઘુ-ગુરુ વર્ણો, ઉચ્ચારણ માટેની સૂચના જેવી સામાન્ય વિગતોનો નિર્દેશ કરાયેલો છે.
– આ ઉપરાંગ ચોથા ભાગને અંતે “પ્રતિક્રમણ સૂત્રોમાં આવતા મૂળ પ્રાકૃત-સંસ્કૃત કે ગુજરાતી શબ્દોની સંપૂર્ણ સૂચિ આપવામાં આવેલ છે.
-
-*-—
—