________________
૧૦૪.
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
પર અનુગ્રહ કરનારા હોય તે ઉપાધ્યાય,
(3) પ્રવર્તક - તપ અને સંયમના યોગમાં - જેમાં જે યોગ્ય ગણાય તેને તેમાં પ્રવર્તાવ અને અસમર્થને નિવર્તાવે, ગણની સારસંભાળ કરવામાં પ્રવર્તેલા હોય તે પ્રવર્તક કહેવાય છે.
(૪) સ્થવિર - ચારિત્રમાં મુનિઓને સ્થિર કરનારા હોવાથી તેઓ સ્થવિર કહેવાય છે. તેઓ જે મુનિરાજ જેમાં સીદાતા હોય તેમને વિદ્યમાન બળવાળા પ્રવર્તકો સ્થિર કરે.
(૫) ગણાવચ્છેદક - સાધુઓની ટૂકડીના વડીલ. (૬) રત્નાધિક - ચારિત્ર પર્યાયે અથવા ગુણ વડે વડીલ.
-૦- આ રીતે વંદિત્ત સૂત્રની પહેલી ગાથાના પૂર્વાર્ધમાં વિનોની શાંતિને માટે તથા મંગલને અર્થે અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને સર્વ સાધુઓને (પંચ પરમેષ્ઠીને) નમસ્કાર કર્યો
(નમસ્કાર કર્યા પછી શું ? તે પહેલી ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે.) ૦ વંદિત્ત સૂત્રના વિષયનું કથન - ગાથા-૧ છેલ્લા બે ચરણ –
• રૂમ - હું ઇચ્છું છું. (વિવેચન જુઓ સૂત્ર-૩ “ખમાસમણ” અને સૂત્ર૫ ‘ઇરિયાવડી") - (શ્રાવક શું ઇચ્છે છે ? તે જણાવે છે)
• valમાં - પ્રતિક્રમવાને, પ્રતિક્રમણ કરવાને.
– પ્રતિક્રમવાને એટલે પાછા ફરવાને (‘પ્રતિક્રમણ' શબ્દના વિશેષ અર્થ માટે જુઓ સૂત્ર-૫ “ઇરિયાવડી")
– (પાછું ફરવા ઇચ્છે છે તેમ કહ્યું – પણ શેનાથી પાછુ ફરવું?)
• સાવજ-ઘમાફારસ - શ્રાવકધર્મમાં લાગેલા અતિચારોથી. (અહીં પંચમી વિભક્તિના અર્થમાં છઠી વિભક્તિ છે.)
૦ સાવ - એટલે શ્રાવક. (‘શ્રાવક' શબ્દનો વિશેષ અર્થ સૂત્ર-૧૦ “સામાઈય વયજુરો"માં જોવો. અહીં તેનો અછડતો ઉલ્લેખ કર્યો છે.)
શ્રાવક એટલે “સાધુ અને શ્રાવકના અનુષ્ઠાનગર્ભિત એવા શ્રી જિનવચનને સમ્યગ્ રીતે – અશઠપણે સાંભળે તે.
પંચાશક ટીકામાં લખે છે કે, “દર્શન, જ્ઞાન અને દેશવિરતિધર્મથી સંપન્ન એવો જે આત્મા, હંમેશાં ગુરુવર્યોના મુખેથી સાધુ અને શ્રાવકની સામાચારીને ઉપયોગવાળો થઈને સાંભળે તેને શ્રાવક જાણવો.
૦ સાવધH - શ્રાવકનો ધર્મ, શ્રાવકધર્મ કે આગાર ધર્મથી અહીં મુખ્યત્વે શ્રાવકના બાર વ્રતો અપેક્ષિત છે. વિશેષથી કહીએ તો શ્રાવકનો જ્ઞાન-દર્શન આદિ રૂપ જે ધર્મ છે તે “શ્રાવકધર્મ".
૦ ફારસ - અતિચારોથી. – આ શબ્દ પૂર્વે સૂત્ર-૨૭ “ઇચ્છામિ ઠામિ'માં આવેલ છે. સામાન્યથી “અતિચાર' એટલે નિયત કરેલ વ્રત - મર્યાદાનું કે હદનું અતિક્રમણ