________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૧
૧૦૩
મોક્ષે ગયા હોય અને એક સમયે બે થી લઈને એકસો આઠ પણ એક સાથે સિદ્ધ થયા હોઈ શકે છે.
– આ પદ સાથે ‘વંદિત્ત'નો સંબંધ જોડાયેલો છે, તેથી સર્વે સિદ્ધ ભગવંતોને અથવા અરિહંત અને સિદ્ધ ભગવંતને નમસ્કાર કરીને કે વંદન કરીને એવો અર્થ સમજવો.
• ઘમાયરિ - ધર્માચાર્યોને. - ધર્મ સંબંધી આચાર્ય તે ધર્માચાર્ય તેઓને
– સમ્યગૂ ધર્મ આપનાર ગુરુ મહારાજને. (અહીં શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રઅર્થદીપિકા ટીકામાં લખે છે કે-)
જીવ, અજીવ આદિ નવતત્ત્વોને ન માનનારો એવો નાસ્તિક પ્રદેશી નામે રાજા હતો. તે વખતે ભગવંત પાર્શ્વનાથના શાસનના દરેક ગણધરોના મોક્ષગમન બાદ વિચરતા ભગવંત પાર્શ્વનાથના સાધુઓના ગણને ધારણ કરી રહેલા કેશી સ્વામી પણ વિચરતા હતા. પ્રદેશી રાજાના મંત્રીની વિનંતીથી તેઓ પ્રદેશી રાજાના રાજ્યમાં પધાર્યા. તેમણે કેશી રાજાને સમ્યગુધર્મ પમાડ્યો. નાસ્તિક એવો પ્રદેશી રાજા વ્રતધારી શ્રાવક બન્યા.
- અહીં પ્રદેશી રાજાને ધર્મ પમાડેલ હોવાથી કેસીસ્વામી, પ્રદેશી રાજા માટે ધર્માચાર્ય-ધર્મગુરૂ થાય તેથી પોતાના ધર્માચાર્યરૂપે પ્રદેશી રાજા કેસી સ્વામીને નમસ્કાર કરે. એ જ રીતે જે સુસાધુએ કે ગૃહસ્થ જેને ધર્મ પમાડ્યો હોય તે તેના માટે ધર્માચાર્ય ગણાય.
- સામાન્યથી ધર્માચાર્યનો અર્થ આચાર્ય થાય. તેના છત્રીશ ગુણોનું વર્ણન સૂત્ર-૨ “પંચિંદિયમાં આવે છે. તેથી “આચાર્ય' શબ્દનો અર્થ જાણવા સૂત્ર-૧ અને સૂત્ર-૨ જોવું
- અને (અહીં કોઈ ‘' શબ્દથી ઉપાધ્યાયનું ગ્રહણ કરવું તેમ સૂચવે છે, પણ તે વાતનું વિશેષ સમર્થન અમને મળેલ નથી.)
• સવ્વસાહૂ - સર્વ સાધુઓને
– “સવ્વસાહૂ'ની વ્યાખ્યા સૂત્ર-૧ “નવકારમંત્ર", સૂત્ર-૧૫ “જાવંત કવિ'માં જોવી. (પુનરાવર્તનરૂપે કંઈક કહીએ તો–)
– “સર્વ' શબ્દથી અહીં જિનકલ્પી, સ્થવિરકલ્પી, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણાવચ્છેદક આદિ સર્વે પ્રકારના સાધુ લેવા.
– “સાધુ શબ્દથી વૃત્તિકારે જેનું ગ્રહણ કર્યું તેની વ્યાખ્યા કરી છે–
(૧) આચાર્ય - સૂત્ર અને અર્થના જાણકાર, આચાર્યના લક્ષણો વડે યુક્ત, ગચ્છરૂપી મહેલના સ્થંભ સમાન, ગચ્છની સારસંભાળથી વિશેષ કરીને મુક્ત, અર્થના વાચના દાતા તે આચાર્ય
(૨) ઉપાધ્યાય-સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્રથી યુક્ત હોય, સૂત્ર અને અર્થની વિધિના જ્ઞાતા હોય, આચાર્યપદ પામવાને યોગ્ય હોય, સૂત્રના વાચનાદાતા હોય, આચાર્ય પદ માટે પણ આસક્તિ રહિત હોય, અન્ય ગચ્છમાંથી પણ વાચનાર્થે આવેલા