________________
મોક્ષ માર્ગ
૨૧૦.
૨૧૧
૨૧૨.
૨૧૩
૨૧૫.
૬૯
ચારિત્ર વગરનું જ્ઞાન, સમ્યગ્દર્શન વગરનું ચારિત્ર, ચારિત્ર વગરનું તપ : આ બધું નિરર્થક છે.
Jain Education International
સમ્યગ્ દર્શન વિનાની વ્યક્તિમાં જ્ઞાન ન હોય; સમ્યગ્ જ્ઞાન વિના શુદ્ધ ચારિત્ર ન હોય; ચારિત્ર વિના મોક્ષ નથી અને મોક્ષ વિના શાંતિ નથી.
ક્રિયા વિનાનું જ્ઞાન નકામું છે અને જ્ઞાન વિનાની ક્રિયા નકામી છે. લંગડો દેખી શકતો હોય અને આંધળો દોડી શકતો હોય છતાં બંને જંગલમાં લાગેલી આગથી બચી ન શકે.
(આ) નિશ્ચયરત્નત્રય
૨૧૪.
બનેનો સંયોગ થાય તો સફળતા મળે છે. રથ એક પૈડાથી નથી ચાલતો. વનમાં આંધળા અને લગડાએ પરસ્પર સુમેળ સાધ્યો અને સાથે મળીને તેઓ સ્વસ્થાને પહોચ્યા
દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે નામો દ્વારા આત્માનો જ નિર્દેશ થાય છે; પરંતુ વસ્તુત. આત્મા એવા સર્વ આશિક વિધાનો કે નામોથી ૫૨ છે. આત્મા સમયસાર છેઃ સમસ્ત શાસ્ત્રોનો સાર છે
સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન અને સમ્યક્ચારિત્રનું સાધુએ સદા આરાધન કરવું જોઈએ. પણ વાસ્તવિક દૈષ્ટિએ આત્મા જ આ ત્રણેય ગુણરૂપ છે
For Private Personal Use Only
www.jainelibrary.org