________________
મોક્ષ માર્ગ
૧ ૯૮.
૬૫ પરપદાર્થને આશ્રયીને જે શુભ પરિણામ(વિચાર) જીવા કરે છે તે પુણ્ય કહેવાય છે, અશુભ પરિણામ કરે છે તે પાપ કહેવાય છે આવો પરલક્ષી પરિણામ મુક્તિનું કારણ બની શકતો નથી એવો જિનેશ્વરીનો સિદ્ધાંત
૧૯૯
જે પુણ્યની ઈચ્છા રાખે છે તેણે સંસારની પણ ઈચ્છા રાખી એમ કહેવું જોઈએ. પુણ્ય સદ્ગતિનો હેતુ છે; નિર્વાણ માટે તો પુણ્યનો પણ ક્ષય કરવો રહ્યો.
૨ ૦૦.
પુણ્યકર્મને સારું અને પાપકર્મને ખરાબ ભલે સમજો. પરંતુ સૂક્ષ્મદષ્ટિએ વિચારીએ તો જે કર્મ (પુણ્યકર્મ) સંસારમાં ખેંચી જાય તેને સારું કેમ કહેવાય?
૨૦૧.
લોઢાની સાંકળ માણસને બાંધે છે તો સોનાની સાંકળ પણ બાંધે છે જ. એ જ રીતે શુભ કે અશુભ જે કર્મ કરાય તે જીવને બાંધનારું જ બને છે.
૨ ૦ ૨
માટે “ખરાબ”ને ચાહો નહિ, તેનો સંસર્ગ પણ ન કરો. ખરાબ”ના સંસર્ગ અને સ્નેહથી વિનાશ નિશ્ચિત છે.
ર૦૩.
તેમ છતાં, વ્રત-તપ વગેરે શુભભાવોથી સ્વર્ગ કે સદ્ગતિની પ્રાપ્તિ થતી હોય તો ભલે થાય, હિસા આદિ અશુભ ભાવો કરીને નરકાદિ દુઃખોને આમંત્રણ આપવું એ તો સારું નહિ રાહ જોવી જ હોય તો છાંયડામાં ઉભા રહીને જોવી સારી છે. તડકામાં ઉભા રહીને નહિ. નિર્વાણની પ્રાપ્તિ થતાં સુધી જે રાહ જોવાની છે તે દરમ્યાન પુણ્યકર્મોથી મળતી સુખશાંતિરૂપ છાયાનો લાભ લેવો અનુચિત નથી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org