________________
૧૯૨.
૧૬. મોક્ષમાર્ગસૂત્ર જિનશાસનમાં માર્ગ અને માર્ગફળ એવા બે પદાર્થ કહ્યા છે. માર્ગ એટલે સમ્યગદર્શન. માર્ગફળ એટલે નિર્વાણ.
૧ ૯૩.
દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષમાર્ગ છે માટે તેનું આચરણ કરવું. પરંતુ જ્ઞાનીઓએ કહ્યું છે કે તેનાથી કર્મબંધ પણ થાય અને મોક્ષ પણ થાય.
૧ ૯૪.
શાસ્ત્રાભ્યાસી વ્યક્તિ પણ ભ્રમવશ એવું માનવા લાગે કે ભક્તિ આદિ શુભભાવ મોક્ષકારક છે, તો તે વ્યક્તિ પરભાવમાં રમનારો છે એમ સમજવું.
૧ ૯૫
વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ વગેરેને ભગવાને જેમ કહ્યા છે તેમ આચરતો હોય તે છતાં અભવ્ય આત્મા અજ્ઞાની અને મિથ્યાદષ્ટિ જ રહે છે (સમિતિ = હિસાદિ દોષો ન લાગે તેની કાળજી સાથે પ્રવૃત્તિ કરવી. ગુપ્તિ = મન-વાણી-કાયાની પ્રવૃત્તિ અટકાવીને અતર્મુખ થવું. અભવ્ય = મોક્ષનો અધિકારી ન હોય તેવો જીવ.) નિશ્ચય અને વ્યવહાર – આ બંને દૃષ્ટિએ રત્નત્રયને જે આત્મા સમજતો નથી તે જે ધર્માચરણ કરતો હોય તે જિનેશ્વરનિર્દિષ્ટ હોય તો પણ મિથ્યા છે. (રત્નત્રય = સન્મજ્ઞાન, સમ્યગુદર્શન, સમ્યફ ચારિત્ર.)
૧૯૬.
૧૯૭.
અભવ્ય આત્મા ધર્મ પર શ્રધ્ધા રાખે, ધર્મનો સ્વીકાર કરે, ધર્મને ચાહે કે તેનું પાલન પણ કરે તે બધું ખરેખર ભોગસુખ નિમિત્તે જ કરતો હોય છે, નહિ કે કર્મક્ષય નિમિત્તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org