________________
જ્યોતિર્મુખ
૪૯
૧૫૩.
રાગાદિ ઉત્પન્ન ન થાય એ જ અહિંસા છે. રાગાદિ ઉત્પન્ન થાય એ જ હિંસા છે – એમ જિનેશ્વરોએ કહ્યું
૧૫૪
જીવને મારે કે ન મારે કિંતુ મારવાના ભાવ હોય તો કર્મ બંધાય છે. જીવો કર્મ બાંધે છે તેની પાછળનો વાસ્તવિક નિયમ ટૂંકમાં આટલો જ છે.
૧૫૫.
હિંસાનો(સમજપૂર્વક) ત્યાગ ન કર્યો હોય ત્યાં સુધી હિંસા ચાલુ છે. (હિંસા કરે કે ન કરે) હિંસાના ભાવ એ હિંસા છે, માટે જ જ્યાં પ્રમાદ છે ત્યાં નિત્ય હિંસા છે.
૧૫૬.
જ્ઞાની કર્મક્ષય માટે પ્રવૃત્તિ કરે છે. હિંસા માટે નહિ, જે સાચા હૃદયથી અહિંસા માટે પ્રયત્નશીલ હોય એવો અપ્રમત્ત આત્મા સદા અહિંસક છે.
૧૫૭.
આત્મા જ હિંસા છે, ને આત્મા જ અહિંસા છે – આ અંતિમ નિષ્કર્ષ છે. અપ્રમાદી હોય એ અહિંસક છે, પ્રમાદી હોય તે હિંસક છે.
૧૫૮.
મેરુ પર્વતથી ઊંચું કંઈ નથી, આકાશથી વિશાળ કંઈ નથી, તેવી જ રીતે જગતમાં અહિસાથી ઊંચો કોઈ ધર્મ નથી.
૧૫૯,
હે રાજન્ ! તને અભય છે ને તું પણ બીજાને અભયદાતા બન. આ ટૂંકી જિંદગીમાં તું શા માટે હિંસાનો આશરો લઈ રહ્યો છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org